સુરત
ક્રિપ્ટો કરન્સીના નામે સીટી લાઇટ ના વેપારી સાથે રૂ 26.63 લાખના ઠગાઈ મામલામાં 2ની ધરપકડ
પોલીસે બંને આરોપીઓના બેંક એકાઉન્ટાેમાંથી રૂ.3.41 લાખ ફ્રીઝ કરાવ્યા હતા
સુરત , ક્રિપ્ટો કરન્સીમાં ઈન્વેસ્ટ કરવાની લોભામણી લાલચ આપી સિટીલાઈટના વેપારીના એકાઉન્ટમાંથી રૂ.26.63 લાખ ઉપાડી છેતરપીંડી કરનાર બે ભેજાબાજ ઠગાેને ઝડપી પાડવા સાયબર ક્રાઈમને સફળતા મળી હતી. સાયબર ક્રાઈમે એકની વડોદરાથી બીજા એક બેંગ્લાેર ખાતેથી ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓના બેંક એકાઉન્ટાેમાંથી રૂ.3.41 લાખ ફ્રીઝ કરાવ્યા હતા.
સુરત (ફૈઝાન શેખ), સાયબર ક્રાઈમ પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ સિટીલાઈટ મહેશ્વરી ભવન સામે નેમિનાથ એપાર્ટમેન્ટમાં રહેતાં રાજ સામ લાેખંડવાલા સચિન જીઆઈડીસીખાતે અલ્ટ્રીક બાયાેટે ક લિમીટેડના નામે ફર્ટિલાઈઝર મેન્યુફેક્ચરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત.તા.28.12.21ના રાેજ રાજ લાેખંડવાલાના માેબાઈલ ઉપર જુદા-જુદા નંબર ઉપરથી વાેટ્સએપ મેસેજ આવ્યા હતા અને વાેટ્સએપમાં વાતચીત કરનારે કાેમાંગ સુફી અને લીયાેનાર્ડ તરીકેની આેળખ આપી હતી.
ત્યારબાદ તેઓએ માેબાઈલ ઉપર ફાેન કરી રાજ લાેખંડવાલાને ક્રિપ્ટાે કરન્સી માં ઈન્વેસ્ટ કરવાની લાેભામણી લાલચ આપી હતી. જેથી તેઓ આ ઠગ ટાેળકીની વાતાેમાં આવી જઈ તેમના ઉપર વિશ્વાસ મૂક્યાે હતાે. જેથી આ ઠગ ટાેળકીએ રાજ લાેખંડવાલાને વિશ્વાસમાં લઈ પેરાગાેન આેપ્શનની લીંક માેકલી હતી અને રાજ લાેખંડવાલાને એકાઉન્ટ બનાવડાવી તેમને ક્રિપ્ટાે કરન્સીમાં ઈન્વેસ્ટ કરવાનુ કહેતા તેઓના જણાવ્યા મુજબ કુલ રૃ.34.80 લાખ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં જમા કર્યા હતા.
જેમાંથી ઠગ ટાેળકીએ રાજ લાેખંડવાલાને રૂ.8.17 લાખ પરત કર્યા હતા. બાકીના રૃ.26.63 લાખ પરત ન કરી તેમની સાથે ઠગાઈ કરી હતી. આ અંગે રાજ લાેખંડવાલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરતા પોલીસે સાયબર ક્રાઈમનાે ગુનાે નાેંધી ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી હતી અને આ ગુનામાં વડાેદરા વડસલ જીઆઈડીસી રાેડ બીલાબાેગ સ્કુલ પાછળ િવરામ-2માં રહેતા પવન રાયસાહબ સુથાર અને બેંગ્લાેર ભારતીય સીટી નિકુ હોમ્સમાં રહેતા સિધ્ધાંત રામકિશન શર્માને તેમના રહેઠાણ સ્થળાેથી ઝડપી પાડ્યા હતા.પોલીસે તેમના એકાઉન્ટાેમાંથી કુલ રૂ. 3.41 લાખ ફ્રીઝ કરાવ્યા છે