ગુજરાતસુરત

સુરત જિલ્લામાં ૧૦૪ દીપડા, પક્ષીઓની ૨૩૬ પ્રજાતિઓ અને વૃક્ષોની ૧૨૬ પ્રજાતિઓ: દીપડાઓની સંખ્યામાં ૧૪૫ ટકાનો વધારો નોંધાયો

માનવજાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા વન્યપ્રાણીઓ, જંગલો અને વનસંપદાની કાળજી રાખવી અનિવાર્ય

સુરતઃ પર્યાવરણ જાળવણી માટે વૃક્ષો, વનોની સાથોસાથ વન્ય જીવોનું રક્ષણ પણ ખુબ જરૂરી છે. એટલે જ ભારતમાં વર્ષ ૧૯૫૫થી દર વર્ષે અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીથી દર વર્ષે તા.૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્ય પ્રાણી સપ્તાહ’ ઉજવવામાં આવે છે. જેમાં વન વિભાગ સહિત વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત NGO અને શૈક્ષણિક સંસ્થાઓ ઉત્સાહભેર જોડાય છે. વનવિભાગ દ્વારા વનકર્મીઓ, પ્રકૃત્તિ સંરક્ષકો અને જાગૃત્ત નાગરિકોને તાલીમ આપવાની સાથોસાથ તેમની સારી કામગીરી માટે સન્માનિત પણ કરવામાં આવે છે. ગુજરાતમાં તા.૨ થી ૮ ઓકટોબર દરમિયાન તમામ ૩૩ જિલ્લા અને ૨૫૦ તાલુકાઓમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની વિવિધ રીતે ઉજવણી થઈ રહી છે. સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે ગુજરાતના તમામ અભયારણ્ય-રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારોને ૧૦૦ ટકા પ્લાસ્ટિક ફ્રી બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ભારતમાં વનસંપદા અને વન્યજીવ સંરક્ષણ માટે ભારતના કુલ જમીની ક્ષેત્રફળનો ૪.૭ ટકા વિસ્તાર વન્યજીવો માટે સુરક્ષિત વિસ્તાર (Wildlife Protected Area) જાહેર કરાયો છે. વિશ્વમાં એકમાત્ર ગુજરાતના જંગલોમાં એશિયાઈ સિંહ (Asiatic Lion) અને ભારતીય ઘુડખર (indian wild ass) વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળે છે.

 

મુખ્ય વન સંરક્ષક ડો.કે.શશીકુમારે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં ૫૦,૦૦૦ હેકટર વન વિસ્તાર આવેલો છે. જેમાં ડુમસ, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડા વિસ્તારના જંગલ વિસ્તારનો સમાવેશ થાય છે. આ વન વિસ્તારમાં દીપડા, શિયાળ, હરણ, જંગલી બિલાડી, ઝરખ, વણીયર, વરૂ, રોઝ, ચોશિંગા, ભેંકર જેવા જુદી-જુદી પ્રજાતિઓના પ્રાણીઓ વસે છે.

વરૂ, જંગલી બિલાડી, ઝરખ, વણીયર એમ આ ચાર પ્રજાતિઓના પ્રાણીઓની સંખ્યા ૭૨૦ છે, ઉપરાંત, રોઝ, ચોશિંગા અને ભેંકરની કુલ સંખ્યા ૧૬૫૨ છે. ૨૦૧૮થી ૨૦૨૩ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં દીપડાની સંખ્યામાં નોંધનીય ૬૩ ટકાના વધારો થયો છે. અગાઉ સુરત જિલ્લામાં ૨૦૧૮માં ૪૦ દીપડા હતા, પરંતુ વન્યપ્રાણીઓના સંરક્ષણ સંવર્ધનની કામગીરીને કારણે વધીને ૨૦૨૩માં ૧૦૪ દીપડા નોંધાયા છે, એટલે કે દીપડાની વસ્તીમાં ૧૪૫ ટકાનો વધારો થયો છે. સુરત જિલ્લામાં પક્ષીઓની ૨૩૬ પ્રજાતિઓ અને વૃક્ષોની ૧૨૬ પ્રજાતિઓ જોવા મળે છે. રાજ્ય સરકારની ૧૯૬૨ કરૂણા એમ્બ્યુલન્સ સેવા ઘાયલ પક્ષીઓની સારવાર આપે છે, તથા વાઈલ્ડ લાઈફ હેલ્પલાઈન નં. ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર વોટ્સએપ મેસેજ કરી સારવાર કેન્દ્રની વિગત મેળવી શકાય છે એમ ડો.શશીકુમારે જણાવ્યું હતું.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button