એજ્યુકેશનસુરત

ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનું ૧૦૦ % પરિણામ

સુરતઃ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ચાલુ વર્ષે માર્ચ 2023 માં યોજાયેલ EXAM કુલ 109 જેટલા બાળકોએ ઉમેદવારી નોંધાવી હતી અને તારીખ 12-05 2023 ના રોજ CBSE દ્વારા જાહેર કરેલ પરિણામમાં કુલ 9 વિદ્યાર્થીઓ A1 સ્કોર કર્યો હતો તેમજ 16 થી વધુ વિદ્યાર્થીઓએ A2 સ્કોર કર્યો હતો. સ્કૂલ નું ૧૦૦ % પરિણામ આવેલ છે જેમા ૭૫% વિધાર્થીઓ એ ૮૦% માર્ક્સ લાવેલા છે .

અભય રાજ . ૯૫.૬ % સાથે પ્રથમ ક્રમ
હીર જીવાણી ૯૪.૮ સાથે દ્વિતીય ક્રમ
મનીષકુમાર બસનેટ ૯૧.૬ સાથે તૃતીય ક્રમ મેળવ્યો
હતો.

સમગ્ર શ્રેષ્ઠતમ પરિણામમાં શાળાના શિક્ષકોનું યોગદાન ખૂબ જ વધુ હતું. જેથી શાળાના ટ્રસ્ટીગણ અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કિશનભાઇ માંગુકિયા એ બાળકોને મીઠાઈ તેમજ પુષ્પ અર્પણ કરી ભવિષ્યમાં વધુ સારી પ્રગતિ સાથે એ માટે અભિનંદન પાઠવ્યા હતા.

સાથે સાથે શાળાના કેમ્પસ ડાયરેક્ટર અને શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓને અને માતા પિતા દ્વારા આપેલ સહકારને બિરદાવ્યો હતો તેમ જ બાળકોને અને માતા પિતાને શુભેચ્છા પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button