સુરત
હિટ એન્ડ રનના આરોપીને ઝડપી પાડતી સચિન GIDC પોલીસ

સચિન GIDC વિસ્તારના ગેટ નં ૨ સામે તારીખ ૩ જૂનના રોજ શિવકરણ સિંહ પોતાની મોટર સાઇકલ પરથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન એક વાહન ચાલકે પૂરઝડપે કાર હંકારી શિવકરણની મોટર સાઇકલ ને અડફટે લીધી હતી. અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. અકસ્માતને કારણે શિવકરણને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
અકસ્માત કરી ફરાર થયેલા આરોપીને પકડવા માટે સચિન GIDC પોલીસ મથકના ASI પ્રવિણભાઇ પાટીલ અને ટીમે અલગ અલગ સ્થળે ૩૫ જેટલા સીસીટીવી કેમેરાના ફુટેજની ચકાસણી કરી ઇન્વેસ્ટિગેશન કરતા આરોપી મેહુલ ઉર્ફ મયુર જગદીશકુમાર કડિયા (ઉં. આ.વર્ષ ૪૧, રહે. સી ૧૦૦૭ સુમન વૈભવ E.W.S આવાસ છાપરાભાટા રોડ અમરોલી,સુરત)ને મારૂતિ ડિઝાયર કાર સાથે ઝડપીને પ્રસંશનીય કામગીરી કરી હતી. આગળની કાર્યવાહી સચિન GIDC પોલીસ કરી રહી છે.