બિઝનેસસુરત

ભારતીય બંધારણીય દિવસ નિમિત્તે પ્રત્યક્ષ અને પરોક્ષ ટેકસ સંદર્ભે કરદાતાઓને મળેલા બંધારણીય અધિકારો અને રેમેડીઝ વિષે સમજણ અપાઇ

સુરત. દેશમાં ર૬મી નવેમ્બર એ ભારતીય બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ ઉજવણીના ભાગ રૂપે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ર૬ નવેમ્બર, ર૦રર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ‘કોન્સ્ટીટયુશનલ રાઇટ્‌સ એન્ડ રેમેડીઝ ઓફ ડાયરેકટ એન્ડ ઇનડાયરેકટ ટેકસ’વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે સુપ્રિમ કોર્ટ, હાઇકોર્ટ એન્ડ ટ્રિબ્યુનલના એડવોકેટ સીએ અભિષેક રસ્તોગીએ કરદાતાઓને પ્રત્યક્ષ અને પરોક્ષ ટેકસ સંદર્ભે કરદાતાઓને મળેલા બંધારણીય અધિકારો અને રેમેડીઝ વિષે સમજણ આપી હતી.

એડવોકેટ સીએ અભિષેક રસ્તોગીએ આર્ટીકલ ૧૪, ૧૯, ર૦, ર૧, રર, ર૩, ર૪ અને રપ ના સંદર્ભમાં કરદાતાઓને વિસ્તૃત માહિતી આપી હતી. આર્ટીકલ ૧૯ (૧) (જી) મુજબ ઉદ્યોગકારોને બિઝનેસ કરવા માટે કાયદામાં જે અધિકારો આપવામાં આવ્યા છે તેના વિષે સમજણ આપી હતી. એવીડન્સ એકટની કલમ ર૭ ને સંબંધિત આર્ટીકલ ર૦ મુજબ ઝડપી ન્યાય પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી. તેમજ તેમણે સીઆરપીસી કલમ ૪૮ર અને ૪૮૩ તથા કલમ રર૬ અને કલમ ર૩૬ વિષે વિસ્તૃત છણાવટ કરી હતી.

તેમણે જીએસટી કલમ ૬૯ અને ૭૦ વિષે તથા ઇન્કમ ટેકસ કલમ ૧૩૧ અને ૧૩ર વિષે ચર્ચા કરી હતી. ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૭૪, ૧૭પ અને ૧૯૮ વિષે ચર્ચા કરી હતી. જીએસટી એકટમાં સેકશન ૬૯માં એરેસ્ટના પ્રોવિઝનમાં મળતા બંધારણીય હકો વિષે માહિતી આપી હતી. એવી જ રીતે જીએસટી એકટમાં સેકશન ૭૦માં સમન્સ આપીને પુછપરછ માટેના હકો અંગે પ્રકાશ પાડયો હતો. તેમણે આર્ટિકલ ૧૪ મુજબ ઉદ્યોગકારો બિઝનેસમાં કઇ રીતે બંધારણીય લાભ લઇ શકે છે તે અંગે માહિતી આપી ઇકવાલિટી અંગે સમજણ આપી હતી.

ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશનના વાઇસ પ્રેસિડેન્ટ એડવોકેટ કુલીન પાઠક, ઇન્કમ ટેકસ બાર એસોસીએશનના સેક્રેટરી સીએ શ્રીધર શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ એસોસીએશન સુરતના કમિટી સભ્ય કેતન ગઢીયા અને વલસાડ ડિસ્ટ્રીકટ જીએસટી પ્રેકટીશનર્સ એસોસીએશન– વાપીના પ્રેસિડેન્ટ કશ્યપ ગાંધીએ વેબિનાર વિષે પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

ચેમ્બરની ઇન્કમ ટેકસ અને જીએસટી કમિટીએ વેબિનાર માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તદુપરાંત વેબિનારના આયોજનમાં ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશન, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેકસ કન્સલ્ટન્ટ્‌સ, ઇન્કમ ટેકસ બાર એસોસીએશન, ધી સધર્ન ગુજરાત કોમર્શિયલ ટેકસ બાર એસોસીએશન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ એસોસીએશન સુરત, સોસાયટી ફોર ટેકસ એનાલિસિસ એન્ડ રિસર્ચ અને વલસાડ ડિસ્ટ્રીકટ જીએસટી પ્રેકટીશનર્સ એસોસીએશન– વાપીનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરમેન સીએ અનુજ જરીવાલા ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરની ઇન્કમ ટેકસ કમિટીના ચેરમેન સીએ પ્રગ્નેશ જગાશેઠે કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને કો–ચેરમેન એડવોકેટ અનિલ શાહે વકતાનો પરિચય આપ્યો હતો. ઇન્કમ ટેકસ કમિટીના કો–ચેરમેન એડવોકેટ દિપેશ શાકવાલાએ વેબિનારનું સમગ્ર સંચાલન કર્યું હતું. ચેમ્બરની જીએસટી કમિટીના ચેરમેન સીએ મુકુંદ ચૌહાણે સવાલ–જવાબ સેશનનું સંચાલન કરી અંતે સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button