બિઝનેસ

ઝેટવર્ક ઈલેક્ટ્રોનિક્સે બેંગ્લુરુના દેવનહલ્લી ખાતે નવી ફેસિલિટી સાથે કામગીરીનું વિસ્તરણ કર્યું

સુરત : ભારતની અગ્રણી ઈએમએસ કંપની ઝેટવર્ક ઈલેક્ટ્રોનિક્સએ આજે દેવનહલ્લી, બેંગ્લુરુ ખાતે તેના આગામી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું ભૂમિ પૂજન કરવા સાથે એક મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. આ ફેસિલિટી ઈન્ડસ્ટ્રીયલ, ટેલિકોમ, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ તથા સ્ટ્રેટેજીક ઈલેક્ટ્રોનિક્સ જેવા ઉચ્ચ વૃદ્ધિનો વેગ ધરાવતા ઈએસડીએમ સેક્ટરને સેવા પૂરી પાડવા માટેની ક્ષમતાઓને વધારશે.

ઝેટવર્ક ઈલેક્ટ્રોનિક્સ (Zetwerk Electronics)ના પ્રેસિડેન્ટ જોશ ફોલ્ગરે જણાવ્યું હતું કે: “આ નવું રોકાણ ભારતમાંથી વિશ્વ-કક્ષા એટલે કે વર્લ્ડ-ક્લાસ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ સાથે ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતા સેક્ટરોને સેવા પૂરી પાડવાની અમારી મહત્વકાંક્ષાને મજબૂત કરે છે. અલબત ભારત એક વૈશ્વક સ્તરે એક મહત્વના મેન્યુફેક્ચરિંગ દેશ બનવાની દિશામાં અગ્રેસર છે ત્યારે ઝેટવર્ક ખાતે અમે વૈશ્વિક ક્વૉલિટીને લગતા ઉચ્ચ માપદંડોને પૂરા કરી શકાય તે માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈનોવેશનને પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ.” બેંગ્લુરુની વાઈબ્રન્ટ ઈન્ડસ્ટ્રીયલ ઈકોસિસ્ટમ, સમૃદ્ધ ટેલેન્ટ પૂલ, અને વ્યૂહાત્મક કનેક્ટિવિટી તેને અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ રોકાણો માટે એક અગ્રેસર સ્થાન બનાવી રહેલ છે.

ઝેટવર્કના કો-ફાઉન્ડર  રાહુલ શર્માએ જણાવ્યું હતું કે “બેંગ્લુરુ લાંબા સમયથી ભારતના ઔદ્યોગિક તથા નવીનિકરણને લગતી ઈકોસિસ્ટમનું હૃદય રહ્યું છે. આ સુવિધા અમારી મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓનું વિસ્તરણ કરવા અને અમારા ગ્રાહકોને વધુ સારું મૂલ્ય પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આઈપીઈસી પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ શ્રી જોહરા ખાને જણાવ્યું હતું કે, આ નવી ફેસિલિટીની શરૂઆત ભારતના મેન્યુફેક્ચરિંગને લગતા ભવિષ્યમાં એક સાહસપૂર્ણ રોકાણ છે, જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત, વૈશ્વિક સ્પર્ધાત્મક ઉત્પાદનને સક્ષમ બનાવે છે.અમે ઈનોવેશન એટલે કે નવિનિકરણ, સહયોગ તથા પરિવર્તનશીલ ઔદ્યોગિક વૃદ્ધિ માટે તેના દ્વારા જે ઉત્તમ તકો રજ કરવામાં આવેલ છે તેને લઈ ખૂબ જ ઉત્સુક છીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button