ભારતના યુવા ઈનોવેટર્સ સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025 ખાતે ચમક્યા
બહેતર ભારત માટે AI-પાવર્ડ સોલ્યુશન્સ નિર્માણ કરવા રૂ. 1 કરોડજીત્યા

ગુરુગ્રામ, ભારત – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે તેના રાષ્ટ્રીય શૈક્ષણિક કાર્યક્રમ સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025ની ચોથી આવૃત્તિના વિજેતાઓની ઘોષણા કરી હતી, જે યુવા વિદ્યાર્થીઓને તેમના સ્થાનિક સમુદાયોમાં મોટા પડકારો માટે અસલ દુનિયાના સમાધાન નિર્માણ કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરે છે.
ટોચની ચાર વિજેતા ટીમો- પર્સિવિયા (બેન્ગલુરુ), નેક્સ્ટપ્લે.એઆઈ (ઔરંગાબાદ), પેરાસ્પીક (ગુરુગ્રામ) અને પૃથ્વી રક્ષક (પલામુ)ને ઈન્ક્યુબેશન ગ્રાન્ટ્સમાં રૂ. 1 કરોડ પ્રાપ્ત થયા હતા અને આઈઆઈટી દિલ્હીની એફઆઈટીટી લેબ્સ ખાતે મેન્ટરશિપ સપોર્ટ સાથે ઉચ્ચ સ્તરના અસલ દુનિયાના સોલ્યુશન્સમાં તેમના પ્રોટોટાઈપ્સ વિકસાવવાનું ચાલુ રાખશે.
જ્યુરીની પેનલે ચાર થીમેટિક ટ્રેક્સ- સુરક્ષિત, સ્માર્ટર અને સમાવેશક ભારત માટે AI, ભારતમાં આરોગ્ય, હાઈજીન અને સુખાકારીનું ભવિષ્ય, ટેકનોલોજી થકી પર્યાવરણીય સક્ષમતા અને સ્પોર્ટ તથા ટેક થકી સામાજિક પરિવર્તનમાં ફાઈનલિસ્ટોના સમાધાનનું મૂલ્યાંકન કરવા માટે સેમસંગના આગેવાનો અને શૈક્ષણિક, સરકાર અને ઉદ્યોગ જગતમાંથી નિષ્ણાતોને એકત્ર લાવી દીધી હતી.
આ વર્ષની સેમસંગ સોલ્વ ફોર ટુમોરોમાં ભારતભરમાંથી હજારો સહભાગીઓએ નક્કર, માનવલક્ષી વિચારો પ્રસ્તુત કર્યા હતા, જે હેતુ સાથે નાવીન્યતાને સંમિશ્રિત કરતા હતા. પહેલી વાર ફાઈનલિસ્ટોને એફઆઈટીટીના આધુનિક આરએન્ડડી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને હાથોહાથની પહોંચ પ્રાપ્ત થઈ હતી, જે ગ્રાન્ડ ફિનાલે પૂર્વે તેમની સંકલ્પનાઓની નવી વ્યાખ્યા કરે છે.
શક્યતાઓની નવી વ્યાખ્યા કરતાં વિજેતા ઈનોવેશન્સ
પર્સિવિયા (બેન્ગલુરુ): AI-પાવર્ડ વેરેબલ ગ્લાસીસ સિસ્ટમ ઓબ્જેક્ટ્સને ઓળખે છે, 33 ગ્રિડ વોઈસ અને વાઈબ્રેશન ફીડબેક થકી તેમનું લોકેશન જાહેર કરીને દ્રષ્ટિવિકાર ધરાવનારા માટે અસલ સમયમાં સ્પાશિયલ જાગૃતિ પૂરી પાડે છે.
નેક્સપ્લે.AI (ઔરંગાબાદ): આ સ્પોર્ટસ માટે મોબાઈલ પ્રથમ AI મંચ AI વર્ચ્યુઅલ કોચ, AI રેફરી અને ન્યુરો- ઈન્ક્લુઝિવ ટ્રેકરને જોડીને કોઈ પણ સમયે ક્યાંય પણ એથ્લીટ્સ માટે ન્યાયીપણું, પહોંચ અને સમાવેશકતાની ખાતરી રાખે છે.
પેરાસ્પીક (ગુરુગ્રામ): અસલ સમયનું, સ્પીકર- સ્વતંત્ર સ્પીચ એન્હાન્સમેન્ટ ડિવાઈસ થોથવાતી વાણી (ડાયસાર્થ્રિયા)ને ડીપ- લર્નિંગ અલ્ગોરીધમ્સનો ઉપયોગ કરીને સ્પષ્ટ સંદેશવ્યવહારમાં પરિવર્તિત કરીને વ્યક્તિગતોને આત્મવિશ્વાસ સાથે સંદેશવ્યવહાર કરવા મદદ કરે છે.
પૃથ્વી રક્ષક (પલામુ): આ સમુદાય પ્રેરિત ગ્રીન એપ ઝાડ દત્તક લેવું, રિસાઈકલિંગ અને ગેમિફાઈડ ઈકો- એક્શન્સ થકી સક્ષમ જીવનને પ્રોત્સાહન આપીને ભારતભરમાં પર્યાવરણીય જાગૃતિને પ્રોત્સાહિત કરે છે.
 
				 
					


