જીતો સુરત ચેપ્ટર (જેબીએન) દ્વારા વુમેન્સ ડે નિમિત્તે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો
જીતો દ્વારા ૨ એપ્રિલ ૨૦૨૩ નાં રોજ સુરત સહિત સમગ્ર દેશમાં અહિંસા રનનું આયોજન
સુરત. જીતો સુરત ચેપ્ટર જે બી એન દ્વારા આજે શનિવારે અડાજણ પાર્ક ઇન રેડિસન ખાતે વુમેન્સ ડે નિમિત્તે કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો .જેમાં મુખ્ય અતિથિ તરીકે મેયર હેમાલીબેન બોઘાવાલ અને અર્ચિતા જૈન ઉપસ્થિત રહ્યા હતા.જીતો દ્વારા આગામી ૨ એપ્રિલ ૨૦૨૩ ના રોજ અહિંસા રન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં સદસ્યો તેમજ શહેરીજનોને જોડાવા અપીલ કરવામાં આવી છે.
પ્રકાશ ડુંગાણી જીતો સુરત ચીફ સેક્રેટરી ઍ જણાવ્યુ હતુ કે સુરત જીતો ત્રણ મુખ્ય ઉદેશ્ય સાથે કામ કરે છે ઇકોનોમીક ઍમ્પાવરમેન્ટ, નોલેજે ઍજ્યુકેશન અને સર્વિસ. જીતો ની બીજી એપ્રિલ 2023 ના રોજ અહિંસા રન મોટી ઇવેન્ટ આવી રહી છે. સમગ્ર દેશ માં ૬૫ ચેપ્ટર દ્વારા એક સાથે એક સમયે અહિંસા રન યોજાવાની છે. બધાને રિક્વેસ્ટ કરૂ છુ કે અહિંસા જૈનો નો સૌથી મોટો ઉદેશ્ય જેને લઈને જીતો નો જીઓ ઓર જીને દો સુત્ર ને સાર્થક બનાવે છે. સુરતના તમામ સદસ્યો જૈન અજૈન જે અહિંસા માં માને છે જીવદયા મા માને છે તેઅો ૩ કિલોમીટર, ૫ કિલોમીટર અને ૧૦ કિલોમીટર ની દૌડ માં સહભાગી બનો.
જીતો સુરતની ૯ માર્ચ ૨૦૧૪ મા સ્થાપના થઈ હતી. આજે 900 જેટલા લેડીજ વીંગ, યુથ વીંગ અને જીતો મેઈન વીંગ ના સદસ્યો છે. જીતો નો મુખ્ય ઉદેશ્ય જૈનો ને જૈનો સુધી જોડવાનું અને આર્થિક રીતે સધ્ધર કરવાનું કામ જીતો કરે છે. શિક્ષામાં આગળ પડતા જૈન બાળકો જે શિક્ષા ક્ષેત્ર માં તેજસ્વી છે તેઅો માટે જીએટીએફ પ્રોજેક્ટ અંતર્ગત આઈએએસ આઈપીએસ આઈઆરએસ ને લગતી શિક્ષા અને એકોમોડેશન ની ફેશિલિટી પુરી પાડવામાં આવે છે.
આવો જ એક પ્રોજેક્ટ શ્રવણ આરોગ્ય ચાલે છે. જેમા આચાર્ય સાધુ સાધ્વી ભગવંતો ની સુવિધા, સુરક્ષા અને આરોગ્ય ને લગતો તમામ લાભ જીતો દ્વારા લેવામાં આવે છે.
જીતો સુરત ચેપ્ટર જેબીએન (જૈન બિજનેસ નેટવર્કિંગ) ના કન્વીનર અલ્પેશ શાહ (માંડોટ ) સુમેરૂ ગ્રુપ એ જણાવ્યુ કે જેબીએન સુરતના આસપાસ જૈન સમાજ ના સદસ્યો માટે બિજનેસ નેટવર્કિંગ નું કામ કરે છે. વુમેન્સ ડે નિમિત્તે ઘરે થી નાના પાયા પર કામ કરનારી મહિલાઅો માટે આગળનુ પ્લેટફોર્મ પુરૂ પાડવાનું કામ કરવામાં આવે છે.
મુખ્ય અતિથિ તરીકે આજના વુમન્સ ડે નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલા, હર્ષીતા જૈન આવ્યા હતા. ડાયમંડ બુર્સ, મેટ્રો, સચિન, પાંડેસરા, હજીરા,ના ઉધોગો સાથે કનેક્ટ થઈ જેબીએન ના સદસ્યો મદદરૂપ થાય છે. જીતો ના સદસ્ય સુરત પુરતા સિમિત નથી સમગ્ર દેશ માં ૬૫ ચેપ્ટર છે તે ઉપરાંત વિદેશો માં પણ ચેપ્ટર છે. સુરત મા સરસાણા ખાતે ચેમ્બર ની બિલ્ડિંગ માં 5 માં માળે જીતો સુરતની અોફિસ છે ત્યાં જૈન સદસ્ય જીતો ના ચેપ્ટર સાથે જોડાઈ શકે છે અને પોતાનો વિકાસ તથા સમાજની અન્ય સદસ્યો ની મદદ દ્વારા સમાજ ની સેવા કરી શકે છે.