સુરત
પ્રધાનમંત્રી આવાસમાં મકાન અપાવાને બહાને મહિલા સાથે રૂ. ૬ લાખની ઠગાઈ
પાંડેસરાની સુમિતાબેન પટેલ સાથે ઠગાઈ, દિપક તિવારીઍ પૈસા પડાવી વેસુમાંï સુડા આવાસ ના ફ્લેટનો બોગસ ઍલોટમેન્ટ લેટર પણ આપ્યો

સુરત : બમરોલી રોડ વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાને પરિચિય યુવકે વેસુમાં પ્રધાનમંત્રી આવાસમાંï મકાન અપાવવાના બહાને ટુકડે ટુકડે કરી રૂપિયા ૬ લાખ પડાવી લઈ ફ્લેટનો બોગસ ઍલોટમેન્ટ લેટર બનાવી આપી છેતરપિંડી કરી હતી,
સુત્રોના જણાવ્યા મુજબ પાંડેસરા બમરોલી રોડ સંસ્કાર નગરમાં રહેતા સુનિતાબેન શશી ગંગાપ્રસાદ પટેલ (ઉ.વ.૪૪) શાકભાજીનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
સુનિતાબેનને તેના પરિચિત દિપર રાજેન્દ્ર તિવારી (રહે,અપેક્ષાનગર બમરોલી રોડ)ઍ સન ૨૦૧૯માં સુરત મહાનગરપાલિકાદ્વારા બહાર પાડવામાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વેસુ ખાતે મકાન અપાવવાની વાત કરી ટુકડે ટુકડે કરી રૂપિયા ૬,૦૦,૫૮૦ પડાવી લીધા હતા. અને સુનિતાબેનને પ્રધાનમંત્રી આવાસમાં મકાનïનો ખોટો અને બનાવટી સુડા આવાસ સંજીવની, ઍલ,આઈ.જી-૧,બિલ્ડિંગ નં- ડી, ફ્લેટ નં-૧૦૩નો ઍલોટમેન્ટ લેટર પણ બનાવી આપ્યો હતો.
જાકે લાંબો સમય થવા આવ્યો છતાંયે મકાન નહી મળતા તેમને શંકા ગઈ હતી અને જતા તપાસ કરતા તેમનું કોઈ મકાન લાગ્યું નથી અને તેમને આપવામાં આવેલ ઍલોટમેન્ટ લેટર પણ બોગસ હોવાનુ બહાર આવતા તેમને ખ્યાલ આવી ગયો કે દિપક તિવારી દ્વારા તેમની સાથે મકાન અપાવવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે. જેથી તેઅોઍ આપેલા પૈસાની પરત માંગણી કરતા દિપક તિવારી દ્વારા પૈસા આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા. આખરે સુનિતાબેન દ્વારા ગતરોજ ફરિયાદ નોîધાવતા પોલીસે દિપક તિવારી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.