બિઝનેસસુરત

વિનફાસ્ટે તેના ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લાન્ટના ઉદ્ઘાટન પહેલાં જ ભારતમાં પ્રથમ શોરૂમ શરૂ

સુરત : ગ્લોબલ ઇલેક્ટ્રિક વ્હીકલ લીડર વિનફાસ્ટની ભારતીય પેટાકંપની, વિનફાસ્ટ ઓટો ઇન્ડિયાએ ગુજરાતના સુરતમાં તેના શોરૂમના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. આ ઉદ્ઘાટન દેશમાં કંપનીની રિટેલ સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.

સુરતના પીપલોદમાં વ્યૂહાત્મક રીતે સ્થિત, આ ડીલરશીપ વિનફાસ્ટના સંભવિત ખરીદનારાઓ માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે કામ કરશે. ત્રણ હજાર ચોરસ ફૂટ જગ્યામાં ફેલાયેલી આ ફેસિલિટી ઇમર્સિવ પ્રોડક્ટ અનુભવો, વાહનની ખરીદીની અસીમિત સફર અને વિશ્વ કક્ષાની વેચાણ પછીની મદદ પૂરી પાડશે. આ શોરૂમમાં વિનફાસ્ટની આગામી પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV રેન્જ – VF 6 અને VF 7ને પ્રદર્શિત કરવામાં આવશે.વિનફાસ્ટ પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUVને એક્સક્લુઝિવ શોરૂમ થકી કે પછી સત્તાવાર વેબસાઇટ, VinFastAuto.in પર બૂક કરાવી શકે છે, બુકિંગ માટેની રૂપિયા 21,000ની રકમ સંપૂર્ણ રિફંડને પાત્ર છે.

શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે, વિનફાસ્ટ એશિયાના સીઈઓ  ફામ સાન ચોએ જણાવ્યું હતું કે, “ગુજરાતના સુરતમાં પહેલો વિનફાસ્ટ શોરૂમ ભારત પ્રત્યેની અમારી ઊંડી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. ગુજરાતમાં આ ડીલરશીપ સાથે, અમારું લક્ષ્યાંક માત્ર ઇલેક્ટ્રિક વાહનો ઓફર કરવાનું જ જ નથી, પરંતુ ગુણવત્તા, વિશ્વાસ અને શ્રેષ્ઠ સેવા પર આધારિત સંપૂર્ણ માલિકીની સફર પ્રદાન કરવાનું છે.

ચંદન કાર જેવા વિશ્વસનીય ભાગીદારો સાથે, અમે દેશમાં ભવિષ્ય માટે તૈયાર EV ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યા છીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button