ગુજરાતનેશનલસુરત

લોકસભાની દમણ દીવ સીટ પર અપક્ષ ઉમ્મેદવાર ઉમેશ પટેલ નો  વિજય

અપક્ષ ઉમ્મેદવાર ઉમેશ પટેલને 42523 મત જ્યારે ભાજપના લાલુ પટેલને 36298 અને કોંગ્રેસના ઉમ્મેદવાર કેતન પટેલ ને 11258 મત મળ્યા

સંઘ પ્રદેશ દમણ દીવમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને 6225 મતોથી હરાવ્યો છે. લાલુભાઈ પટેલ ત્રણ ટર્મ માટે સાંસદ હતા જેથી કરીને ભાજપાએ એમને ફરીથી ચોથી વખત મેદાનમાં ઉતાર્યો હતો.મોતી દમણ ટીટીઆઈમાં મતગણતરી આજે સવારે ૮ વાગ્યે શરૂ થઈ હતી અને પ્રથમ રાઉન્ડથી જ ઉમેશ પટેલને લીડ મળવા લાગી. દમણમાં મતગણતરીનાં 9 રાઉન્ડ અને દીવમાં 5 રાઉન્ડ હતો. બપોરે 1 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

ઉમેશ બાબુ પટેલને કુલ 42523 વોટ મળ્યા જ્યારે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને 36298 વોટ મળ્યા. કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલને 11258 મત મળ્યા હતા. ઉમેશ પટેલ કુલ 6225 મતોથી વિજયી જાહેર થયા હતા. કુલ 92410 મતોમાંથી ઉમેશને 46%, લાલુભાઈ પટેલને 39% અને કોંગ્રેસના કેતન પટેલને 12% મત મળ્યા હતા. પોસ્ટલ બેલેટમાંથી 131 વોટમાંથી ઉમેશને 54, લાલુભાઈ પટેલને 55 અને કેતનને 21 વોટ મળ્યા હતા.

હું હંમેશા જનતા સાથે ઉભો રહીશ – ઉમેશ પટેલ

દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે કહ્યું કે આ જનતાની જીત છે તેઓ એકલા લડતા હતા અને આજે લોકોએ પ્રેમથી મતદાન કર્યું છે. દમણ દીવમાં તાનાશાહીના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્રણ ટર્મથી સાંસદ રહી ચુકેલા લાલુભાઈ પટેલને આ વખતે હારનો સામનો કરવો પડ્યો હતો. જાહેર વેદનાઓ અને સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું હતું. વહીવટીતંત્ર અને લોકો વચ્ચે ખાઈ હતી જે વધતી જતી હતી. તેઓ હંમેશા લોકોની સમસ્યાઓ માટે તેમની સાથે રહ્યા જેના કારણે આ ભવ્ય વિજય પ્રાપ્ત થયો. દીવ-દમણના લોકો કોંગ્રેસ અને ભાજપને ઓળખતા નથી અને જે તેમની સાથે છે તેને સમર્થન આપે છે. તેમની સમસ્યાનો અવાજ કોણ બને? જો વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ અપક્ષ સામે હારે તો ભાજપે વિચારવું જોઈએ. દમણ દીવની સમસ્યાઓની યાદી બનાવી તેના ઉકેલ માટે કામગીરી કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button