બિઝનેસ

વિકી કૌશલ કેમ્પસ એક્ટિવવેરનો નવો ચહેરો બન્યો

સુરત: ભારતની અગ્રણી સ્પોર્ટ્સ અને એથ્લેઝર ફૂટવેર બ્રાન્ડ્સ પૈકીની એક કેમ્પસ એક્ટિવવેર લિમિટેડ તેના નવા બ્રાન્ડ એમ્બેસડર તરીકે બોલિવૂડ સેન્શેશન વિકી કૌશલની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. આ સહયોગ ટ્રેન્ડ-સેટિંગ, કમ્ફર્ટેબલ અને ફેશન-ફોરવર્ડ ફૂટવેર દ્વારા સ્વ-અભિવ્યક્તિને સશક્ત બનાવવાની કેમ્પસ એક્ટિવવેરની પ્રતિબદ્ધતા સાથે વિકી કૌશલની અનોખી સ્ટાઇલ અને વ્યક્તિત્વને સરળ રીતે એક કરે છે.

આ સહયોગ અંગે કેમ્પસ એક્ટિવવેર લિમિટેડના સીઈઓ નિખિલ અગરવાલે જણાવ્યું હતું કે “કેમ્પસ એક્ટિવવેરના નવા ચહેરા તરીકે વિકી કૌશલને જાહેર કરતા અમે રોમાંચિત છીએ. તેમની સ્ટાઇલ, આત્મવિશ્વાસ અને પ્રમાણિકતાનું અનોખું મિશ્રણ તેમને અમારી બ્રાન્ડ માટે પરફેક્ટ એમ્બેસડર બનાવે છે જે પોતાના વ્યક્તિત્વને અપનાવવા માટે યુવાનોને સશક્ત બનાવવા માટે છે.

“કેમ્પસ એક્ટિવવેરે સ્ટાઇલ સાથે આરામને સરળતાથી ભેળવીને રોજબરોજની ફેશનને પુનઃવ્યાખ્યાયિત કરી છે જે તેને સૌના માટે સુલભ બનાવે છે. હું કેમ્પસ ફેમિલીનો ભાગ બનીને રોમાંચ અનુભવું છું. આકેમ્પસ સાથે પર્સનલ સ્ટાઇલ અપનાવીને, બોલ્ડ બનીને આનંદ માણવા અને અનોખી ફેશન પસંદગીઓ કરવા અંગે છે”, એમ બોલિવૂડ અભિનેતા વિકી કૌશલે જણાવ્યું હતું.

વર્ષોથી કેમ્પસ એક્ટિવવેર ફેશનના અગ્રીમ મોરચે રહી છે જે દરેક શૂઝની જોડીમાં અનેરા અભિગમને જોડીને અને વ્યક્તિગત સ્ટાઇલને અલગથી જોડતી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button