વી-જ્હોને રણબીર કપૂર સાથે નવું કેમ્પેઇન લોન્ચ કર્યું –“ફોટોકોપી નહીં, ઓરિજિનલ દિખો”

સુરત: છ થી વધુ દાયકાની ગ્રૂમિંગ લીડરશિપ સાથે ભારતની નંબર વન શેવિંગ ક્રીમ વી-જ્હોને બ્રાન્ડ એમ્બેસડર રણબીર કપૂરને રજૂ કરતા તેના નવા ઇન્ટિગ્રેટેડ કેમ્પેઇનના લોન્ચિંગની જાહેરાત કરી છે. “ફોટોકોપી નહીં, ઓરિજિનલ દિખો” ના શક્તિશાળી વિચારની આસપાસ તૈયાર કરાયેલું આ કેમ્પેઇન છે. આ કેમ્પેઇનમાં વી-જ્હોનની નવી પ્રીમિયમ શેવિંગ રેન્જ પર પણ પ્રકાશ પાડવામાં આવશે,જેમાં રેઝર્સની સાથે સલ્ફેટ-મુક્ત અને ડર્મેટોલોજી દ્વારા પરીક્ષણ કરાયેલ ફોર્મ્યુલેશનનો સમાવેશ થાય છે.
વી-જ્હોન ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર હર્ષિત કોચરે જણાવ્યું હતું કે “ફોટોકોપી નહીં, ઓરિજિનલ દિખો” કેમ્પેઇન સાથે અમે વ્યક્તિત્વની ઉજવણી કરી રહ્યા છીએ. વી-જ્હોન સુલભતા અને વિશ્વાસની હંમેશા હિમાયતી રહી છે પરંતુ આજના ગ્રાહકોને પ્રાસંગિકતા અને મૌલિકતા પણ જોઈએ છે.
મેગાસ્ટાર અને કેમ્પેઇનનો ચહેરો એવો રણબીર કપૂર આ સંદેશ માટે એક કરિશ્મા અને પ્રાસંગિકતા લાવે છે. આ કેમ્પેઇન અંગે તેણે જણાવ્યું હતું કે આજની પેઢી કોઇને અનુસરવા નથી માંગતી. તે બધાથી અલગ તરી આવવા માંગે છે. તમે પોતાની અસલિયતને કેવી રીતે વ્યક્ત કરો છો તેમાં ગ્રૂમિંગ મોટો ભાગ ભજવે છે. મને એ ગમે છે કે વી-જ્હોન યુવાનોને કોઈની ફોટોકોપી ન બનવા અને પોતે જે છે તે વ્યક્ત કરવાનું જણાવી રહી છે. આ એક સરળ અને મજબૂત વિચાર છે જે સમયની સાથે ચાલે છે.
કંપનીના જનરલ મેનેજર – માર્કેટિંગ આશુતોષ ચૌધરીએ ઉમેર્યું હતું કે આ કેમ્પેઇન વી-જ્હોનની બ્રાન્ડ પરિવર્તન યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું છે.