બિઝનેસસુરત

સુરત ડાયમંડ એક્સચેન્જમાં અવિરત કનેક્ટિવિટી પ્રદાન કરનાર Vi પ્રથમ ટેલીકોમ ઓપરેટ બન્યું

સુરતઃ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્લેવરી બિઝનેસ માટે વિશ્વના સૌથી મોટા સેન્ટર સુરત ડાયમંડ બોર્સનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં 4,000થી વધુ ઓફિસર કાર્યરત થશે તથા વાર્ષિક રૂ. 2 લાખ કરોડથી વધુના મૂલ્યનો કરોબાર થવાનો અંદાજ છે.

આ વિશાળ માળખાની સરળ અને કાર્યક્ષમ કામગીરી માટે 24X7 વિશ્વસનીય નેટવર્ક કનેક્ટિવિટીની     મહત્વતાની ઓળખ કરતાં અગ્રણી ટેલીકોમ ઓપરેટર Viએ બોર્સમાં ઇન-બિલ્ડિંગ સાઇટ્સ સ્થાપિત કરવાની પહેલ કરી છે, જેથી સુનિશ્ચિત કરી શકાય કે પરિસરમાં સ્થાપિત બિઝનેસ યુનિટ અવિરત નેટવર્ક કનેક્ટિવિટી પ્રાપ્ત કરે.

Vi શ્રેષ્ઠ ડેટા અને વોઇસ એક્સપિરિયન્સને સમાવિષ્ટ કરતાં ટકાઉ મૂલ્ય પ્રદાન કરવા ઉપર કેન્દ્રિત છે તેમજ અમારા ગ્રાહકો માટે એક વિશિષ્ટ ડિજિટલ અનુભવની રચના કરે છે. Vi એકમાત્ર ટેલિકોમ ઓપરેટર છે જે સ્પીડ સાથે આગળ વધે છે તથા બિલ્ડિંગમાં શ્રેષ્ઠ કવરેજ સુનિશ્ચિત કરવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત સાઇટ્સ દ્વારા તેમની નેટવર્ક કનેક્ટિવિટી સ્થાપિત કરીને તેનું સંચાલન કરે છે. આ ઉપરાંત Vi ડાયમંડ બોર્સમાં વધારાની આઇબીએસ બેઝિસ ઓક્યુપન્સી ઉમેરવા ઉપર પણ કામ કરી રહ્યું છે.

આ પહેલ વિશે પ્રતિક્રિયા આપતાં વોડાફોન આઇડિયા ખાતે ગુજરાતમાં ક્લસ્ટર બિઝનેસ હેડ સુકાંત દાસે કહ્યું હતું કે, “Vi ખાતે અમે આજના ઝડપી વ્યવસાયિક માહોલ સાથે સુસંગત રહેવા વ્યાપક ઉપસ્થિતિ અને કનેક્ટિવિટી દ્વારા ગ્રાહકોના જીવનને ઉન્નત કરવા ટેક્નોલોજીના પાવરનો ઉપયોગ કરીએ છીએ. એક બ્રાન્ડ કે જેણે દરેક કામગીરીમાં ગ્રાહકોની જરૂરિયાતોને હંમેશા ટોચની પ્રાથમિકતા આપી છે ત્યારે અમે ડાયમંડ બિઝનેસ માટે વિશ્વના સૌથી મોટા કેન્દ્ર સુરત ડાયમંડ એક્સચેન્જ ખાતે ઇન-બિલ્ડિંગ સાઇટ સ્થાપિત કરનાર પ્રથમ અને એકમાત્ર ઓપરેટર બનવાની આગેવાની લીધી છે. બોર્સમાંથી કામ કરતાં Vi ગ્રાહકો હવે હંમેશા સરળ કનેક્ટિવિટીનો અનુભવ કરી શકશે. નજીકના ભવિષ્યમાં અમે પરિસરની અંદર નેટવર્કને વધુ મજબૂત કરવા વધુ સાઇટ ઉમેરવાની યોજના ધરાવીએ છીએ.

આ પહેલ ડિજિટલ વિશ્વમાં વ્યવસાયોને સફળ થવામાં મદદ કરતા સૌથી વિશ્વસનીય અને મૂલ્યવાન ભાગીદાર બની રહેવાની Viની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button