વિરેશ તરસરીયાએ 32મો જન્મદિવસ અનાથ દીકરીઓ સાથે ઉજવ્યો
સુખ મેળવવામાં નહીં, બીજાને સુખ આપવામાં ખરો આનંદ છે – દર વર્ષે અનોખી રીતે જન્મ દિવસ ઉજવી રહ્યા છે વીરેશ તરસરીયા

સુરત: સુરતના યુવા ઉદ્યોગપતિ વિરેશ તરસરીયાએ પોતાના 32મા જન્મદિવસે સામાજિક જવાબદારી સાથે અનોખી ઉજવણી કરી. તેમણે વર્ષ 2018માં કતારગામ વિસ્તારમાં આવેલા એક ફાર્મહાઉસ ખાતે અનાથ આશ્રમના દિવ્યાંગ બાળકોને મર્સિડીઝ, ઓડી અને બીએમડબ્લ્યૂ કારોમાં ફેરવીને આનંદિત કર્યા અને તેમને ભોજન તથા રમકડાં આપ્યા. તે દિવસે વિરેશભાઈને કંઈક જીવનમાં નવું કર્યા ની અનુભૂતિ થઈ તેજ દિવસથી તેમણે દર વર્ષગાંઠ અલગ સંકલ્પ સાથે ઉજવવાનું નક્કી કર્યું.
વીરેશ તરસરીયાએ જણાવ્યું કે, જન્મદિવસે પાર્ટી કરવા કરતાં હું દિવ્યાંગ બાળકો, અનાથ બાળકો સાથે સમય વિતાવીને ખરો આનંદ માણું છું. આ બાળકોની આંખોમાં જે ખુશી હોય છે, તે મારે માટે સૌથી મોટી ગિફ્ટ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2015 થી ઈમ્પોર્ટ એક્સપોર્ટ ના ધંધા સાથે જોડાયો છું. 2018થી જ્યારે જીવનમાં આર્થિક સ્થિરતા આવી, ત્યારથી જન્મદિવસ અને એનિવર્સરી જેવા પ્રસંગો તેઓ જરૂરિયાતમંદો સાથે ઉજવે છે. કોરોના કાળ દરમિયાન પણ તેમણે ઘરે જ ભોજન બનાવી તે બાળકો સુધી પહોંચાડ્યું હતું અને જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટ અને શાકભાજી વિતરણ કર્યું હતું.
વિરેશ તરસરિયા કહે છે કે, હું માનું છું કે કમાણીમાંથી અમુક હિસ્સો સમાજ માટે ફાળવવો એ આપણે બધાની ફરજ છે. દરેક વ્યક્તિએ પોતાના આનંદના પળો એવા લોકો સાથે વહેંચવા જોઈએ જેમને જીવનમાં ખુશીની તલાશ છે. આજે 32 મો જન્મદિવસ વીરેશ તરસરીયા એ અનાથ આશ્રમમાં અનાથ દીકરીઓ સાથે ઉજવ્યો હતો.
તેમણે સુરતના નાગરિકોને પણ સંદેશ આપ્યો કે, જન્મદિવસ કે એનિવર્સરીમાં ધામધૂમ અને દેખાડા કરતાં, જો આપણે જરૂરિયાતમંદને સહાય કરીએ તો જે આત્મિક શાંતિ મળે છે, તે કોઈ ભેટ કે પાર્ટીથી ન મળતી.