LPS ગૃપ ઓફ એજયુકેશનની વિવિધ શાળાઓ દ્રારા વાર્ષિકોત્સવ અનોખી વાતોનું આયોજન કરવામાં આવ્યું
સુરતઃ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ વિકસે તે હેતુસર વાર્ષિકોત્સવ- 2024 અંતર્ગત અનોખી વાતોનું આયોજન કરવામાં આવ્યું.જેમાં કુલ સંખ્યાના 6000 માંથી 4000 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
સમગ્ર વિશ્વ સમાજ આજે ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલ છે જેમાં ખાસ કરીને પ્રદૂષણ, વ્યસન, ટ્રાફિક, ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે.
ભૌતિક સુવિધા પ્રાપ્ત કરવા લોકો અધર્મ તરફ વળી રહ્યા છે જેના નિવારણ અર્થે તેમજ લોકોમાં જાગૃતિ કેળવવા હેતુસર અનોખી વાતો વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી ઉપસ્થિત રહ્યા હતાં.
સમગ્ર કાર્યક્રમમાં LPS ગૃપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શૈલેષભાઇ સવાણી, શાંતાબેન સવાણી, શ્રેયાબેન સવાણી, એડમીન શ્રી કલ્પેશભાઇ પટેલ, આચાર્યો રસીકભાઈ ઝાંઝમેરા, અશોકભાઇ ધામેલિયા, દિનેશભાઇ લીંબાચિયા તેમજ વિવિધ બ્રાંચોના સુપરવાઈઝરો, શીક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.