સુરત, આજરોજ તારીખ 16/12/2022 ના રોજ સવારે 11:00 કલાકે યુ.આર.સી. કક્ષાનું વિજ્ઞાન- ગણિત-પર્યાવરણ પ્રદર્શન -2022 નું ઉદઘાટન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત પ્રાથમિક શાળા ક્રમાંક 304/327, શિવજીમંદિર, પરવટગામ મુકામે થયું હતું. કાર્યક્રમનું ઉદઘાટન અનુરાગભાઈ કોઠારી કન્વીનર મધ્યસ્થ વિજ્ઞાન ભવન સમિતિ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું. કન્વીનર મધ્યસ્થ વિજ્ઞાન ભવન સમિતિએ ઉદઘાટક પ્રસંગે ઉદબોધન કરતા જણાવ્યું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દર વર્ષે આ વિજ્ઞાન- ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ગૌરવ વધારેલ છે તે આવકાર દાયક બાબત છે. ચાલુ વર્ષે વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જાય તેવી સુભેચ્છા. મુખ્ય અતિથી દિનેશભાઈ રાજપુરોહિત સ્લમ ઈમ્પૃવમેન્ટ સમિતિનાં અધ્યક્ષશ્રીએ સૌ બાળ વૈજ્ઞાનિકોને તથા કૃતિમાં ભાગ લેનાર સૌ શિક્ષક ભાઈ- બહેનોને સાથે પ્રેરણાદાયી સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા.
આજના આ વિજ્ઞાન- ગણિત-પર્યાવરણ પ્રદર્શન માં અતિથી તરીકે વિક્રમભાઈ પાટીલ (ડ્રેનેજ સમિતિનાં અધ્યક્ષ), શુભમભાઈ ઉપાધ્યાય (કન્વીનર, ખરીદ સમિતિ ન.પ્રા.શિ.સ.સુરત), સંજયભાઈ પાટીલ (કન્વીનર, રમત-ગમત, ઉધોગ અને પ્રવાસ સમિતિ ન.પ્રા.શિ.સ.સુરત), નિરંજનાબેન જાની (કન્વીનર, બાલવાડી અને વિકાસ સમિતિ ન.પ્રા.શિ.સ.સુરત), ઉપશાસનાધિકારી મહેશભાઈ પાટીલ (ન.પ્રા.શિ.સ.સુરત), શોયેબભાઈ અજમેરવાલા (નિરિક્ષક ન.પ્રા.શિ.સ.સુરત), ઉપસ્થિત રહી બાળ વિજ્ઞાનીકોને પ્રોત્સાહિત કર્યા હતા.
ઉદઘાટન સમારોહ હર હર શંભુ ગીત દ્વારા પ્રભુને વંદન કરી આરંભ થયો હતો. ત્યાર બાદ મહેમાનઓ દ્વારા દીપ પ્રગટાવી વિજ્ઞાન- ગણિત-પર્યાવરણ પ્રદર્શનને ખુલ્લો જાહેર કર્યો. આ તબક્કે નિર્ણાયકઓ, સી.આર.સી. ઓ , આચાર્યઓ, શિક્ષકમિત્રો તથા બાળ વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા. યુ.આર.સી કક્ષાનું વિજ્ઞાન- ગણિત-પર્યાવરણ પ્રદર્શન -2022 કુલ બે (2) માળના 11 રૂમમાં કુલ 49 કૃતિઓ પાંચ (5) વિભાગમાં પ્રદર્શન નું આયોજન કરાયું હતુ. કૃતિઓનું મહાનુભવશ્રીઓ દ્વારા મુલાકાત લઈ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.
ડો.પિયુષ પટેલ, જયવંત શિંદે, ભગવતીબેન રાઠોડ, ભાવેશ ખેરનાર, મુસ્કાન શેખ, સુરેશ પટેલે સ્પર્ધાનું મુલ્યાંકન કરી તટસ્થ રીતે નિર્ણાયકની ભુમિકા ભજવી હતી. સમગ્ર કાર્યકમનું સંચાલન અને આયોજન લિંબાયત ઝોનનાં યુ.આર.સી પુરષોત્તમભાઈ જગદાળેએ કર્યું હતું . સૌ સ્પર્ધકો તથા બાળ વૈજ્ઞાનિકો અને કૃતિ લઈને આવનાર માર્ગદર્શકોએ સાથે મળી સુરુચી ભોજન લીધું હતું.