યુપીએલે વર્લ્ડ વેટલેન્ડ્સ ડે પરજાગૃતતા માટે ત્રીજા સારસક્રેન ફેસ્ટિવલનું આયોજન કર્યું
સુરત: યુપીએલ લિમિટેડે વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ઉજવવા માટે પેરિએજ વેટલેન્ડ ખાતે ત્રીજા સારસક્રેન ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. આપણા સમાન ભવિષ્ય માટે વેટલેન્ડ્સની સુરક્ષાની આ વર્ષની થીમમાં વેટલેન્ડના સંવર્ધન અને ટકાઉ ભવિષ્ય વચ્ચેના સંબંધ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને ઇકોલોજિકલ બેલેન્સ જાળવવા તેમજ બાયો ડાયવર્સિટીને ટેકો આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
યુપીએલના સીએસઆર ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીઋષિ પઠાનિયા એ જણાવ્યું હતું કે “સંરક્ષણ એ સામૂહિક જવાબદારી છે અને યુપીએલ ખાતે સારસ ક્રેનફેસ્ટિવલ દ્વારા અમારો ઉદ્દેશ્ય આ અનન્ય પક્ષીઓ અને તેમના વસવાટની સુરક્ષા કરવા માટે સ્થાનિક સમુદાયોને ,ખાસ કરીને યુવા પેઢીને સામેલ કરવાનો છે.” “સારસ કન્ઝર્વેશન પ્રોગ્રામે 40 ગામડાંમાં થી 90 ગ્રામીણ સારસ પ્રોટેક્શન ગ્રૂપ સ્વયં સેવકોનું એક અમ્બ્રેલા નેટવર્ક બનાવ્યું છે જે માળા,ઇંડાઅનેબચ્ચાંને શિકાર અને અન્ય જીવોનો ખોરાક થવાથી બચાવવામાં રોકાયેલા છે. સારસક્રેન ફેસ્ટિવલ એ યુપીએલની પ્રજાતિઓના સંરક્ષણ માટે ની પ્રતિબદ્ધતા નો પુરાવો છે” એમ શ્રીપઠાનિયા એ ઉમેર્યું હતું.
ભારતમાં સંવેદનશીલ ગણાતી પ્રજાતિ ગણાતા સારસક્રેનની બાબતે ગુજરાત બીજા ક્રમની સૌથી વધુ વસ્તી ધરાવે છે. વનવિભાગના સંયુક્ત પ્રયાસો સાથે યુપીએલ અને સમુદાયે સારસક્રેનની વસ્તીમાં લગભગ ત્રણ ગણો વધારો હાંસલ કર્યો છે જે 2015-16માં 500થી વધીને 2023-24માં 1,431 થયા છે