ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનાં વિદ્યાર્થીઓની ધોરણ 12 કોમર્સના પરિણામમાં અભૂતપૂર્વ સફળતા
સુરત ખાતે જહાંગીરબાદ સ્થિત શાળા ધી રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કુલનાં વિદ્યાર્થીઓએ બુધવારના રોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ 12 કોમર્સ ના પરિણામમાં 1 વિદ્યાર્થી A1 અને 8 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવી અભૂતપૂર્વ દેખાવ કરીને સર્વોતમ્ પરિણામ મેળવી સમગ્ર સુરતમાં અને ગુજરાતમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
અવૈયા નીલ રાકેશભાઈ કે જેમણે ધોરણ 10 માં A2 ગ્રેડ મેળવેલ હતો શાળાના શિક્ષકો ની ટીમના અથાગ પ્રયત્નો થકી માર્ચ 2023 કોમર્સમાં A1 ગ્રેડ અને 99.97 PR મેળવી શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે તેમજ ધોરણ 10 માં A2 ગ્રેડ કે તેથી ઓછા ગ્રેડ મેળવેલ હતા જે માર્ચ 2023 કોમર્સમાં A2 ગ્રેડ મેળવેલ છે
• ડોબરિયા દીપ અશોકભાઇ – 95.57 PR
• કાકડિયા ધ્રુવિલ પંકજભાઈ – 95.67 PR
• કળ્શા આર્ચી અરવિંદભાઇ – 98.41 PR
• તમાકુવાલા મહેક અલ્પેશભાઇ – 96.15 PR
• ભીંગરાડીયા હર્ષ નરેશભાઇ – 96.42 PR
• ગોળકિયા કેનિલ નરેશભાઇ – 95.37 PR
• પીપળીયા પ્રિન્સ બિપિનભાઈ – 96.84 PR
• રનોદરિયા ધ્રુવી રિગનેશભાઇ – 98.41 PR
ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાત બોર્ડ એ ફરી એક વખત સાબિત કરી બતાવ્યુ છે કે આ શાળાએ રમત-ગમત ની સ્પર્ધાઓમાં રાજ્યકક્ષા તથા નેશનલ કક્ષાએ શ્રેષ્ઠ પુરસ્કારો મેળવેલ છે તેની સાથે સાથે શાળાના બોર્ડ પરિણામમાં પણ હાર માને તેમ નથી. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આ પરિણામમાં સમગ્ર સુરતમાં ધોરણ 12 કોમર્સ ના પરિણામમાં પણ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ નામાંકિત શાળા છે તેમજ ધોરણ 12 માં સતત 4 વર્ષ થી 99% થી વધુ પરિણામ લાવી વિદ્યાર્થીના ઉચ્ચ ધ્યેય પૂર્ણ કરવામાં અને વાલીના સેવેલા સ્વપ્ન પૂર્ણ કરવામાં શાળાએ અથાગ પ્રયત્ન કરેલ છે.
આ સાથે 32 વિદ્યાર્થીઓ 90 PR થી વધુ મેળવેલ છે. શાળામાંથી 27 વિદ્યાર્થીઓ 85% PR થી વધુ ગ્રેડ સાથે ઉતીર્ણ થયેલ છે. આ શાળાએ આગળનાં બધા રેકોર્ડ તોડીને મોટી સિધ્ધિ પ્રાપ્ત કરી તે બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કિશનભાઈ માંગુકિયા , ડાઇરેક્ટર આશિષભાઈ વાઘાણી અને શાળા આચાર્ય ડૉ. વિરલ નાણાવટી દ્વારા વિદ્યાર્થી, વાલીમિત્રો તથા શિક્ષકગણને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે તથા વિદ્યાર્થીઓ જીવનમાં બીજી ઘણી સિધ્ધિઓ હાંસલ કરે તેવી પ્રેરણા આપવામાં આવેલ છે.