બિઝનેસસુરત

ફૂડમેક એશિયા એક્ઝિબિશનના પ્રથમ દિવસે લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ

દેશભર માંથી વીઝિટર અને ઉદ્યોગકારો મોટી સંખ્યા માં ઉમટી પડ્યા

સુરત: સુરતમાં ૧૪ મી એડીશન વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે શરૂ થઈ ચૂકી છે જેમાં પ્રથમ દિવસે લોકોનો પ્રતિસાદ જોઈને આયોજકો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. કેમકે આ વખતે સમગ્ર દેશભર માંથી મોટી સંખ્યા માં લોકો ની સાથે ઉદ્યોગકારો પણ જોડાયા હતા. જેની સાથે એગઝીબિશન માં દરેક સ્ટોલ પર લોકો ની ભીડ દેખાઈ આવી હતી. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે ફૂડમેક એશિયા જેવા એગઝીબીશન આશીર્વાદ સમાન બની ગયા છે.

ફૂડ પ્રોસેસિંગ જેવા સેક્ટર માં સુરત પોતાની હરણફાળ ભરી રહ્યું છે તેનું ઉદાહરણ ફૂડ મેક જેવા કાર્યક્રમ દ્વારા દેખાઈ આવે છે. જેવા વિશાળ સેક્ટર માટે સ્વર્ગ સમાન બની રહ્યું છે તેની સઘળી એફર્ટ અને સક્સેસ માટે ખુબ મહત્વનો ફાળો ફૂડમેક એશિયા એક્ઝિબિશન નો રહ્યો છે. અત્યાર સુધી ફૂડમેક ની 13 એડિશન બાદ હવે સુરત 14માં એડિસન શરૂ થઈ ગઈ છે. મોટી બ્રાન્ડ અને જાણીતા ફૂડ પ્રોસેસિંગ એકમો આ વખતે ખાસુ આકર્ષણ જમાવ્યું છે.

આ વખતની ફૂડમેક એશિયાની 14મી એડિશન ખુબ જ ખાસ છે. વનિતા વિશ્રામ ગ્રાઉંન્ડ ખાતે યોજાઈ રહેલા આ એક્ઝિબિશન માં ખુબ જ લાર્જ સ્કેલ પર ફૂડ પ્રોસેસિંગ મશીનરી, પેકેજિંગ ટેકનોલોજી, બેકરી અને ડેરી એકવીપમેન્ટ , કોલ્ડ સ્ટોરેજ , કેટરિંગ સોલ્યુશન્સ ઉપરાંત અનેક બીજા ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ને લગતા મશીનરી અને ટેક્નોલોજી લોકો અને ઉદ્યોગકારો માટે ખુલ્લી મુકવામાં આવ્યા હતા .છેલ્લા 10 કરતા વધુ વર્ષ થી ફૂડમેક એશિયા એ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે આશીર્વાદ બની ગયું છે. જેમાં એક જ જગ્યા પર ફૂડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકો માટે નવી ટેક્નોલોજીની સાથે નોલેજ શેરિંગ, નેટવર્કિંગ અને બિઝનેસ આઈડિયાઝ અને પ્રોગ્રેસ માટે એક પ્લેટફોર્મ બની ગયું છે.

જેમાં દેશ વિદેશ થી લોકો આવીને સુરતની ગ્રોથ અને પોતાનો પોઝિટિવ અપ્રોચ શેર કર્યો હતો. આ આખી ઇવેન્ટને ટાઇટલ સ્પોન્સર તરીકે ખજુરભાઈ સીંગતેલ, મુખ્ય સ્પોન્સર તરીકે વેઝી ઇઆરપી અને ગોલ્ડ સ્પોન્સર તરીકે ફાસ્ટેસ્ટ ગ્રોવિંગ કુલ્ફી બ્રાન્ડ લાડા ચી કુલ્ફી જેવા સ્પોન્સર પાર્ટિસિપેટ કરી રહ્યા છે જેમના સ્ટોલ પર લોકો ની અદભુત ભીડ જોઈને આયોજકો પણ કાર્યક્રમ ને સફળ ગણી રહ્યા છે.

ફૂડમેક એશિયા એક્ઝિબિશન આ પોઇન્ટ દ્વારા લોકોને અને ઉદ્યોગકારોને આકર્ષી રહ્યું છે. વધુમાં ફૂડમેક્ એશિયાના ઓર્ગેનાઈઝ પિયુષ સાલિયા એ જણાવ્યું કે આગામી ૨૦ તારીખ સુધી આયોજિત રહેનાર આ એગઝીબીશનમાં સુરત સહિત દેશ વિદેશ થી લાખો લોકોના આવવાનો અંદાજ આયોજકો કરી રહ્યા છે અને તે પ્રમાણે જ આયોજન હાથ ધરાયું છે

1) બિઝનેસ: ફૂડમેક એશિયા દ્વારા નવા માર્કેટ ની સાથે ફૂડ પ્રોસેસિંગ સેક્ટર સાથે જોડાયેલા તમામ પ્રોડક્ટ ને પ્રમોટ કરાઈ રહી છે જેથી કરીને તેના ખરીદદારો સાથે સીધો સંપર્ક સાધી શકાય.

2) પ્રોફેશનલ અપ્રોચ: આ એક્ઝિબિશન દ્વારા નવી ટેક્નોલોજી અને ઇનોવેશનના લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા લોકોનો વિશ્વાસ કેળવી શકાય તેવું ભવ્ય આયોજન હાથ ધરાયું છે.

3) આંત્રપ્રેન્યોરશિપ: નવા પ્રોડક્ટના લૌન્ચિંગ ની સાથે ઇન્ડસ્ટ્રીઝ ના લીડર સાથે કનેક્ટ કરાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button