સ્વદેશી થીમ થી ટી.એન્ડ ટી.વી ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ ના વિદ્યાર્થીઓ ની દિવાળી પર્વની અનોખી ઉજવણી

સુરત : ટી.એન્ડ ટી.વી ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ, વિનસ હોસ્પિટલ, સુરત દ્વારા દિવાળી પર્વની અનોખી ઉજવણી કરી. જેમાં નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા પ્રકાર ની વિવિધ સ્પર્ધા મા ભાગ લઇ ઉજવણી કરી, જેમા “સ્વદેશી” થીમ ના ભાગરૂપે ,દિવાલીકાર્ડ સ્પર્ધા ,“વેસ્ટનું બેસ્ટ” બનાવવાની સ્પર્ધા, રંગોળીની પૂર્તિ હરીફાઈ, ભારતના જુદા જુદા રાજ્યોની ટેલેંટ હરીફાઈ, “સ્વદેશી વિષય પર વક્રુત્વ સ્પર્ધા , દિવાળી પર્વ પર દિયા અને આરતી થાળી, મેક ઇન ઇંડીયા પર શુશોભન હરીફાઈ અને “સ્વદેશી પર રીલ મેકિંગ ની વિવિધ હરીફાઈ ઓ સામેલ હતી.
આ પ્રસગે મુખ્ય અતિથિ અને ટ્રસ્ટી હરેશ મહેતાએ શુભેછઓ પાઠ્વી હતી, અનલ મરચંટ , વિનસ હોસ્પિટલ ના ધવલ શાહ ,ડો. અંકિત દેસાઈ, નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ પ્રો. કિરણકુમાર દોમડિયા, વાઇસ પ્રિન્સિપાલ જીમી જેમ્સ મોગારિયા હાજર રહ્યા હતા.
જેમાં વિજેતાઓને ઇનામ, શેઠ દલીચંદ વીરચંદ શ્રોફ અશકતાશ્રમ ના ટ્રસ્ટી આજ ના જજ રાજુલ મહેતા અને મિરમ્બિકા શુક્લા હતા. રાજુલ મહેતા ના વરદ હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા. આ પ્રસગે સ્વાતી ગામિત ,ભુમિકા ચૌધરી,સ્વેતા પટેલ,સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમનુ સંચાલન થયુ હતું.



