સુરત

કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલે ૮ દિવ્યાંગજનોને ઈ-ટ્રાઈસિકલની ભેટ આપી

દેશમાં સૌપ્રથમવાર એક સાથે ૮ દિવ્યાંગજનોને ઈ-ટ્રાઈસિકલ અર્પણ કરી સન્માન

સુરત: કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે સુરત ખાતે આજે દેશમાં સૌપ્રથમવાર એક સાથે ૮ દિવ્યાંગજનોને ઈલેક્ટ્રિક ટ્રાઈસિકલની ભેટ આપી હતી. સુરતના આ દિવ્યાંગો ભરતકામ, બુક બાઈન્ડિંગ, પેપર ડિસ્ટ્રીબ્યુશન, કંકોત્રી, કાર્ડ મેકિંગનું કામ કરી અન્ય પર આધારિત ન રહેતા આત્મનિર્ભર, સ્વાવલંબી અને સન્માનભર્યું જીવન જીવી રહ્યા છે. આ દિવ્યાંગોમાં ચાર ભાઈઓ અને ચાર બહેનો છે, જેઓએ ઈ ટ્રાઈસિકલની ભેટ મળવા બદલ આનંદિત થઈને મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે શહેર સંગઠન પ્રમુખ  પરેશ પટેલ, VNSGU મનેજમેન્ટ સમિતિના સભ્ય(મેમ્બર બોર્ડ ઓફ મેનેજમેન્ટ) અને મેડિકલ ફેકલ્ટી ડીન ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ઇકબાલ કડીવાલા, T&TV નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ શ્રી કિરણ દોમડિયા, નર્સિંગ એસો.ના સંજય પરમાર, બિપિન મેકવાન, વિરેન પટેલ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button