યુગાડા એરલાઇનએ પોતાની ટ્રાઇ વીકલી એન્ટેબ્બે મુંબઇ જોડાણ લોચ કરવાની સાથે ભારતીય કામગીરીનો પ્રારંભ કર્યો
મુંબઇ : યુગાન્ડા એરલાઇન્સે આજે મુંબઇ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને યુગાન્ડામાં એન્ટેબ્બે ઇન્ટરનેશનલ એરપોર્ટને જોડતી તેની નવી સીધી સેવાના 7 ઓક્ટોબરથી પ્રારંભની ઘોષણા કરી છે. આ ફ્લાઇટ બન્ને શહેરો વચ્ચે સપ્તાહમાં ત્રણ વાર ઓપરેટ કરશે અને તેના એરબસ A330-800 નિયો એરક્રાફ્ટ પર સીધી સેવાની ઓફર કરશે. આ સેવા બિઝનેસ (20 સિટ્સ), પ્રિમીયમ ઇકોનોમિ (28 સિટ્સ) અને ઇકોનોમિ (210 સિટ્સ) સાથે ત્રણ વર્ગની સંરચના ઓફર કરશે. આ પ્રકારની આકર્ષક પ્રગતિ ભારતમાં 50થી વધુ વર્ષોમાં સૌપ્રથમ વખત હશે કે ભારત અને યુગાન્ડાને નોન-સ્ટોપ હાવઇ સેવાથી જોડવામાં આવશે.
આ રુટ આફ્રિકન ઉપખંડની બહાર યુગાન્ડા એરલાઇન્સ સર્વિસમાં વધારો કરે છે અ ઝડપથી વિકસતા નેટવર્કમાં જોડાય છે જે મુસાફરોની દક્ષિણ, પશ્ચિમ, મધ્ય અને પૂર્વીય આફ્રિકા સુધીના સરળ જોડાણો ઓફર કરે છે. આ સીધી સેવા પ્રત્યેક દિશામાં આશરે 5થી સાડા પાંચ કલાકની રહેશે, જે બિઝનેસ, પારીવારિક કે પ્રવાસનના હેતુથી બન્ને બિંદુઓ વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે અતુલનીય સુગમતા લાવશે.
“અમે આ રજૂઆત કરતા ઉત્સાહિત છીએ, અમારા નેટવર્કમાં નવીનતમ ઉમેરો છે, જે યુગાન્ડા એરલાઇન્સ અમારા મુસાફરો માટે મુસાફરીના વિકલ્પોને વિસ્તૃત કરે છે તેની પુષ્ટિ કરે છે. સગવડ ઉપરાંત, અમે આશા રાખીએ છીએ કે આ માર્ગ ભારત અને યુગાન્ડા વચ્ચેના વર્તમાન વેપાર અને વ્યાપારી સંબંધો કે જે એક સદી કરતા પણ વધુ જૂના છે તેમાં ઉર્જા ઉમેરશે” એમ ચીફ કોમર્શિયલ ઓફિસર શ્રી અદેદાયો ઓલાવુયીએ જણાવ્યું હતું.
“2017 થી, મેં મુંબઈથી એન્ટેબ્બે સુધીની સીધી ફ્લાઇટના સ્વપ્નને તે આપણા બંને રાષ્ટ્રો વચ્ચે વેપાર, વાણિજ્ય અને પ્રવાસન વધારવા માટે ઉત્પ્રેરક છે તેવુ માનીને અવિરતપણે આગળ ધપાવ્યું છે. હું મારા દ્રષ્ટિકોણની અનુભૂતિનો સાક્ષી બનતા ખુશી અનુભવુ છું.” એમ યુગાન્ડાના માનનીય કોન્સુલ એચ.ઇ.મધુસુદન અગ્રવાલએ જણાવ્યું હતુ.
યુગાન્ડાની ઉદઘાટન ફ્લાઇટ UR 430 શનિવારે 7 ઓક્ટોબરના રોજ એન્ટેબ્બેથી પ્રસ્થાન કરશે અને પરત UR 431 રવિવારે 8 ઓક્ટોબરના રોજ મુંબઈથી ઉપડશે.
યુગાન્ડા એરલાઇન્સ માટે ફ્લાઇટ શિડ્યૂલ:
ફ્લાઇટ નં.. | પ્રસ્થાન એરપોર્ટ | પ્રસ્થાન સમય (સ્થાનિક) | આગ્મ એરપોર્ટ | આગમન સમય (સ્થાનિક) | કામગીરીના દિવસો |
UR 430 | એન્ટેબ્બે (EBB) | 20:15 | મુંબઇ (BOM) | 05:55 | સોમ, બુધ, શનિ |
UR 431 | મુંબઇ (BOM) | 07:55 | એન્ટેબ્બે (EBB) | 12:25 | મંગળ, ગુરુવાર,રવિવાર |
યુગાન્ડાથી આગળ તેમની મુસાફરી ચાલુ રાખવા માંગતા હોય તેવા મુસાફરોની જરૂરિયાતોને પહોંચી વળવા હાલના નેટવર્કમાં સરસ રીતે ફિટ થાય તે રીતે શિડ્યૂલ ડિઝાઇન કરવામાં આવ્યા છે.
બુકિંગ ખુલ્લું છે અને યુગાન્ડા એરલાઇન્સ એપ્લિકેશન દ્વારા અનુકૂળ બનાવવામાં આવ્યું છે, જે મુસાફરોને રિઝર્વેશન કરવા, ટિકિટ માટે ચૂકવણી કરવા, પ્રવાસ યોજનામાં ફેરફાર કરવા અને બોર્ડિંગ પાસ પ્રિન્ટ કરવાની મંજૂરી આપે છે. એપ Google Play અને Apple iStore બંને પર ઉપલબ્ધ છે.
યુગાન્ડા એરલાઈન્સ હાલમાં દુબઈ, જોહાનિસબર્ગ, બુજમ્બુરા, નૈરોબી, મોમ્બાસા, ઝાંઝીબાર, દાર એસ સલામ, કિલીમંજારો, જુબા, કિન્શાસા અને મોગાદિશુ માટે ફ્લાઈટ્સ ચલાવે છે. લાગોસ, નાઇજીરીયાની ફ્લાઇટ્સ ટૂંક સમયમાં શરૂ થવાની છે.