અમદાવાદગુજરાત

અમદાવાદના ડૉક્ટરના બે રિસર્ચ પેપર પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ્સમાં છપાયા

ઈવા વુમન્સ હૉસ્પિટલના ડૉ. દિપક લિંબાચિયાએ એન્ડોમેટ્રીયલ કેન્સર અને બાઉલ એન્ડોમેટ્રિઓસિસની સર્જરીમાં નવી ટેક્નોલોજી પર અભ્યાસ કર્યો હતો

અમદાવાદ: જાણીતા લૅપ્રોસ્કોપિક ઓન્કો-ગાયનેક સર્જન અને ઈવા વુમન્સ હૉસ્પિટલ, અમદાવાદ ના સ્થાપક ડૉ. દિપક લિંબાચિયાએ મેડિકલ રિસર્ચમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. તેમના બે નવા રિસર્ચ પેપર્સ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ્સમાં પબ્લિશ થયા છે. આ અભ્યાસ એન્ડોમેટ્રીયલ કેન્સર અને બાઉલ એન્ડોમેટ્રિઓસિસ જેવા સ્ત્રીરોગ કેન્સર સંબંધિત કેસોમાં એડવાન્સ સર્જરી ટેકનિક્સ પર આધારિત છે.

એન્ડોમેટ્રિઓસિસ મુખ્યત્વે સ્ત્રીઓમાં પેઢુના પેઇન રૂપે જોવા મળે છે. સામાન્ય રીતે તે માસિક સાથે સંકળાયેલું હોય છે. તેમાં સ્ત્રીઓને અત્યંત પીડાદાયક પિરિયડ્સ થાય છે. સાથે સાથે શરીરસંબંધ દરમિયાન દુખાવો, પાચન કે મૂત્રમાં તકલીફ, વધુ રક્તસ્ત્રાવ, પિરિયડ્સ વચ્ચે બ્લીડિંગ, પેટનો ફૂલાવો, થાક, ઉબકા, ડિપ્રેશન, ચિંતા અને વંધ્યત્વ જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે. ઈવા વુમન્સ હૉસ્પિટલ,અમદાવાદમાં મિનિમલી ઇન્વેસિવ સર્જરી દ્વારા દર્દીઓને સુરક્ષિત અને ઝડપી સારવાર આપવાની પ્રાથમિકતા સાથે વધુ આધુનિક અને અસરકારક સેવા માટે કટિબદ્ધ છે.

ઈવા વુમન્સ હૉસ્પિટલ છેલ્લા બે દાયકાથી મહિલાઓના રોગોની વર્લ્ડ ક્લાસ સારવાર માટે જાણીતી છે. એન્ડોમેટ્રિઓસિસની સારવારમાં તેની વિશેષ ઓળખ છે. તાજેતરમાં અમદાવાદ શહેરના સોલા સાયન્સ સિટી પર આવેલી નવી હોસ્પિટલમાં જટિલ લૅપ્રોસ્કોપિક અને ઑન્કોલોજિકલ સર્જરી માટે હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ ઉમેરાઈ છે. અહીં જર્મનીની Karl Storz કંપનીનું અદ્યતન ઇન્ટિગ્રેટેડ ઓપરેશન થિયેટર સિસ્ટમ છે, જે ગુજરાતમાં પોતાની શ્રેણીમાં પહેલું છે. ઉપરાંત પ્લાઝમા સ્ટેરિલાઇઝેશન સિસ્ટમ દ્વારા 100% ઈન્ફેક્શન કંટ્રોલ સુનિશ્ચિત કરવામાં આવે છે.

ડૉ. લિંબાચિયા એન્ડોમેટ્રીયલ કેન્સર અને બાઉલ એન્ડોમેટ્રિઓસિસ જેવા રોગના ઉપચાર માટે નિરંતર કાર્યરત રહ્યા છે અને તેની જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં તરીકે આ સંશોધનની શરૂઆત કરવામાં આવી હતી. પહેલું રીસર્ચ, જર્નલ ઑફ ધ સોસાયટી ઑફ લૅપ્રોસ્કોપિક એન્ડ રોબોટિક સર્જન્સ (SLS) માં પ્રકાશિત થયું. તેમાં બાઉલ એન્ડોમેટ્રિઓસિસના મેનેજમેન્ટ પર અભ્યાસ કરવામાં આવ્યો, જે ગંભીર એન્ડોમેટ્રિઓસિસ ધરાવતી મહિલાઓમાંથી એક તૃતીયાંશને અસર કરે છે. જાન્યુઆરી 2023 થી જૂન 2024 દરમ્યાન 17 મહિલાઓ પર “સિંગલ-સ્ટેપલર લૅપ્રોસ્કોપિક રિસેક્શન અને એનાસ્ટોમોસિસ ટેકનિક” દ્વારા સર્જરી કરવામાં આવી. પરિણામે તમામ દર્દીઓને મોટી સમસ્યાઓ વગર આરામ મળ્યો અને ઝડપથી સ્વસ્થતા મળી. આ ટેકનિક સુરક્ષિત, અસરકારક અને દર્દીઓને ત્વરિત રાહત આપનારી સાબિત થઈ.

બીજું રીસર્ચ એન્ડોમેટ્રીયલ કાર્સિનોમા પર આધારિત હતું. તેમાં સર્જરીના નિર્ણયને વધુ ચોક્કસ બનાવવા માટે ઇન્ટ્રા-ઓપરેટિવ ફ્રોઝન સેક્શન (IFS) ની ભૂમિકા પર વિશ્લેષણ કરાયું. માર્ચ 2018 થી સપ્ટેમ્બર 2024 દરમિયાન લૅપ્રોસ્કોપિક સ્ટેજિંગ સર્જરી કરાવનારી 100 મહિલાઓ પર આ અભ્યાસ થયો. પરિણામમાં IFS એ 97% કેસોમાં ફાઇનલ હિસ્ટોપેથોલોજી સાથે મેળ ખાતા નિષ્કર્ષ આપ્યા. માયોમેટ્રીયલ ઇન્વેઝનનું 93.7% ચોક્કસ મૂલ્યાંકન, લિંફ નોડ અંગે 98.3% અને ટ્યુમર ગ્રેડિંગનું 78.2% સચોટ મૂલ્યાંકન મળ્યું. આ અભ્યાસ સાઇન્સ ડાયરેક્ટ માં પ્રકાશિત થયો. તેમાં નિષ્કર્ષ એ મળ્યું કે IFS સર્જરી દરમિયાન ચોક્કસ નિર્ણય લેવા માટે મહત્વનું છે, જે બિનજરૂરી જટિલતાઓને ઘટાડે છે.

ડૉ. લિંબાચિયાએ જણાવ્યું કે, “આ બંને અભ્યાસોમાં ઘણા વર્ષોની મહેનત અને સમર્પણ છે. તેનો હેતુ જટિલ સ્ત્રીરોગોથી પીડિત મહિલાઓને વધુ સારી સારવાર આપવાનો છે. આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં આ અભ્યાસોનું પ્રકાશન અમારે માટે ગૌરવની વાત છે. ”

ડૉ. લિંબાચિયા સર્જરી સિવાય એજ્યુકેશન અને ટ્રેનિંગ માટે પણ સમર્પિત છે. 2012 થી અત્યાર સુધી તેઓ વિશ્વભરના સૈંકડો ડૉક્ટરોને તાલીમ આપી ચૂક્યા છે, જેથી એડવાન્સ સર્જરી ટેકનિક્સનો લાભ વધુમાં વધુ દર્દીઓ સુધી પહોંચી શકે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button