
સુરત : સિંંગણપોર વિસ્તારમાં રહેતો યુવક હનીટ્રેપમાં ફસાયો હતો. અજાણી યુવતીઍ વિડીયો કોલ ઉપર અભદ્ર સ્થિતિમાં આવી યુવક પાસે પણ કપડા કઢાવી તેનું મોબાઈલમાં સ્ક્રીન રેડોકીંગ કરïી તેને વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા ૫.૬૫ લાખ પડાવ્યા હતા. ત્યારબાદ પણ ટોળકીઍ વધુ પૈસાની માંગણી કરતા યુવકે પોલીસમાં ફરિયાદ નોîધાવી હતી.ï સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી યુપીથી બે બેન્ક હોલ્ડરને ઝડપી પાડ્યા છે.
સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા મુજબ સિંગણપોર ડભોલી રોડ વિસ્તારમાં રહેતો ૩૨ વર્ષીય યુવક અોનલાઈન સાયબર ક્રાઈમનો શિકાર બન્યો છે. યુવકને ગત તા ૧૩ અોગસ્ટના રોજ સવારે અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે યુવતી પોતાની અોળખ પુજા શર્મા તરીકે આપી વિડીયો કોલ ઉપર અભદ્રા સ્થિતિમાં આવી યુવકને બાથરૂમમાં મોકલી આપી તેની પાસે પણ કપડા ઉતારવાનુંં કહેતા તમામ કપડા ઉતારી દીધા હતા તે વખતે પુજાઍ મોબાઈલમાં સ્ક્રીન રેકોડીંગ કરી લીધુ હતુ. અને તે વિડીયો મોકલી વાયરલ કરવાની ધમકી આપી હતી
ત્યારબાદ થોડીવારમાં સુનીલ દત્ત દુબે નામના યુવકે પોલીસ યુનીફોર્મ ઉપર વિડીયો કોલ પોતે ડીઍસપી તરીકે અોળખ આપી હતી અને સંજય સીંઘાણીયા નામના યુવકે યુ ટ્યુબમાંથી બોલતા હોવાની અોળખ આપી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમજ વિડીયો ડીલીટ કરવાના બદલામાં રૂપિયાની માંગણી કરી હતી.
યુવકે વિડીયો વાયરલ થશે તો બદનામી થવાના ડરથી ટુકડે ટુકડે કરી રૂપિયા ૫,૬૭,૪૯૯ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આટલા પૈસા લીધા બાદ પણ ટોળકી દ્વારા વધુ પૈસાની માંગણી કરવામાં આવતી હતીï, આખરે યુવકે આ મામલે ગતરોજ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોîધાવી હતી.
સાયબર ક્રાઈમની ટીમે ટેકનીકલ સર્વેર્લન્સના આધારે તપાસ શરુ કરી યુપીથી રોહિતકુમાર રાકેશકુમાર વાલ્મીકી (ઉ.વ.૧૯.ંધંધો મજુરી . રહે, સંદલપુર જની બજાર મંગલપુર ગામ દેહરાપુર કાનપુરદેહાત ઉત્તરપ્રદેશ) અને સન્નીકુમાર અંતુ મદારી વાલ્મીકી (ઉ.વ.૨૩.રહે, સંદલપુર, સિંકદરા, કાનપુરદેહાત ઉત્તરપ્રદેશ)ને ઝડપી પાડ્યા હતા.