સુરત

 ૧૪ વર્ષથી ટ્રાયસિકલથી વંચિત દિવ્યાંગજન ભગવતીલાલ દરજીને ટ્રાયસિકલ અર્પણ કરાઈ

‘સેવા પરમો ધર્મ’ અને વંચિતોની સેવાનું ઉત્તમ ઉદાહરણ

સુરત:  કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના કાર્યાલય દ્વારા ૧૪ વર્ષથી ટ્રાયસિકલથી વંચિત એવા એક દિવ્યાંગજન ભગવતીલાલ દરજીને ટ્રાયસિકલ અર્પણ કરાઈ હતી. સંગઠનના પૂર્વ ઉપાધ્યક્ષ છોટુભાઈ પાટીલના વરદ હસ્તે ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી. સી.આર. પાટીલની પ્રેરણાથી ‘સેવા પરમો ધર્મ’ના સૂત્ર સાર્થક થયું છે.

સામાન્યજન અને વંચિતોની સેવાનું આ ઉત્તમ ઉદાહરણ છે. અનેક દિવ્યાંગોને કેન્દ્રીય મંત્રીશ્રી પાટીલ દ્વારા સાયકલ, બગલઘોડી, ટ્રાયસિકલ, વોકર, ટોયલેટ ચેર એવી અનેક સાધનસહાય આપવામાં આવી છે. આ વેળાએ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button