સુરત

અર્ચના ઓવરબ્રિજ ઉપર રોડ રિ-કાર્પેટિંગની કામગીરીના કારણે વાહનવ્યવહારને ડાયવર્ટ કરાયો

અર્ચના ઓવરબ્રિજ ઉપર તા.૧લીએ રાત્રિના ૧૧:૦૦ વાગ્યાથી તા.૨જી જૂને બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

સુરત શહેર વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટથી સીતાનગર તરફ જતા અર્ચના ઓવરબ્રિજ ઉપર રી-કાર્પેટ કરવાની કામગીરી હાથ ધરવાના હોય સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગાહલૌતે એક જાહેરનામા દ્વારા બોમ્બે માર્કેટથી સીતાનગર તરફ જતા અર્ચના ઓવરબ્રિજ ઉપર તમામ પ્રકારનાં વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકી વૈકલ્પિક રુટ જાહેર કર્યો છે. જે અન્વયે

(૧)બોમ્બે માર્કેટ સ્વામીનારાયણ મંદિર, કરંજ તરફથી સીતાનગર જતા ટુ-વ્હિલર તથા ફોર-વ્હિલર વાહનો બ્રિજની બાજુમાંથી જીવનદિપ મેડિકલ સ્ટોર પાસેથી ડાબી બાજુ બ્રિજ નીચે થઈ સીતાનગર તરફ જઇ શકશે.

(૨) કુબેરના પોપડા માંથી ઉપડતી તમામ લકઝરી બસો રેણુકાભવનથી જમણી બાજુ વળી જુની બોમ્બે માર્કેટ થઈ ન્યૂ બોમ્બે માર્કેટ (શ્રીછત્રપતિ શિવાજી મહારાજ) સર્કલથી ડાબી બાજુ વળી સરદાર માર્કેટથી પર્વત પાટીયાથી કેનાલ રોડથી કામરેજ તરફ જઈ શકશે અને

(3) જુની બોમ્બે માર્કેટ તરફથી સીતાનગર તરફ જતી તમામ લકઝરી બસો તથા હેવી વાહનો જુની બોમ્બે માર્કેટથી સીધા ન્યૂ બોમ્બે માર્કેટ (શ્રી છત્રપતિ શિવાજી મહારાજ) સકલથી ડાબી બાજુ વળી સરદાર માર્કેટથી પર્વત પાટીયાથી કેનાલ રોડથી કામરેજ તરફ જઈ શકશે. આ જાહેરનામું તા.૦૧/૦૬/૨૦૨૪ના રોજ રાત્રિના ૧૧.૦૦ થી તા.૦૨/૦૬/૨૦૨૪ ના રોજ બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે. અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button