ટાઇટન વર્લ્ડ દેશભરમાં તેમના સ્ટોર્સમાં અદ્વિતીય પર્ફ્યુમ મેકિંગ અનુભવ સાથે મધર્સ ડેની ઊજવણી કરે છે

સુરત – આ મધર્સ ડે ટાઇટન વર્લ્ડ આ પ્રેમભર્યા બંધનને એવી ભેટ સાથે સન્માનિત કરવા આમંત્રિત કરે છે જેને તેઓ હંમેશા યાદ રાખશે, એક એવું પર્ફ્યુમ જે તેમના પ્રેમની જેમ જ ચિરકાલિન હોય. 10 અને 11 મેના રોજ ભારતભરના 163થી વધુ ટાઇટન વર્લ્ડ સ્ટોર્સ એક ખાસ પર્ફ્યુમ બનાવવાની પ્રવૃત્તિ હાથ ધરશે જે ગ્રાહકોને તેમના જીવનની સૌથી પ્રિય મહિલા એવી તેમની માતા સાથે યાદગાર પળો બનાવવા માટે ઊભી કરવામાં આવી છે. સુરત માં નાના વરાછા સ્ટોર્સ ખાતે વિશિષ્ટ રીતે ઇન-સ્ટોર ઊજવણીના આનંદનો અનુભવ કરો. ગ્રાહકો પ્રીમિયમ બોટલમાં આ વ્યક્તિગત રીતે તૈયાર કરેલું પર્ફ્યુમ લઈ જશે જે તેને આ પ્રસંગ માટેની આદર્શ યાદગીરી બનાવશે
આ પ્રવૃત્તિ અતિથિઓને સુગંધના મિશ્રણની કળામાં જોડાવા માટે આમંત્રિત કરે છે જેના દ્વારા તેઓ ખાસ પસંદગીના એસેન્શિયલ ઓઇલ્સનો ઉપયોગ કરીને વ્યક્તિગત રીતે 50 મિલી પર્ફ્યુમ બનાવી શકશે. માતા અને બાળક વચ્ચેનો સહયોગાત્મક પ્રયાસ હોય કે પછી તેમના માટે પ્રેમપૂર્વક તૈયાર કરેલી સરપ્રાઇઝ ગિફ્ટ હોય, આ પ્રત્યક્ષ અનુભવ ખુશી, જૂની યાદો અને સંબંધોની ગહન ભાવનાને જગાવવા માટે છે જેની વિશેષ સુગંધને એક બોટલમાં રજૂ કરવામાં આવી છે. આ ઇન-સ્ટોર એક્ટિવેશન પરંપરાગત ખરીદીથી આગળ વધીને આકર્ષક અને અનુભવ કરાવે તેવી રિટેલ ક્ષણો બનાવવા માટેની ટાઇટનની વર્તમાન પ્રતિબદ્ધતા સાથે સંલગ્ન છે.