ટીટાગઢ રેલ સિસ્ટમ્સે ભારતીય નેવી માટે બીજી 25ટી બોલ્લાર્ડ પુલ ટગ લોન્ચ કરી

સુરત: ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડે (ટીઆરએસએલ) ભારતીય નૌકાદળ માટે તેની બીજી 25ટી બોલ્લાર્ડ પુલ ટગ બાહુબલિ લોન્ચ કરી છે. આ શિપ બરાકપોરના ટીટાગઢમાં આવેલી કંપનીની ફેસિલિટી ખાતે તૈયાર થઈ છે. આ લોન્ચ સંરક્ષણ મંત્રાલયના મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ ભારતીય નૌકાદળ પાસેથી નવેમ્બર, 2021માં કંપની દ્વારા મેળવેલા છ 25 બીપી ટગ્સ ઓર્ડરનો ભાગ છે. ચોથા 25ટી બોલ્લાર્ડ પુલ ટક, યુવાન (યાર્ડ 338) માટે કીલ લેઇંગ સેરેમની પણ લોન્ચ પછી હાથ ધરવામાં આવી હતી.
એસેસબી પ્રેસિડેન્ટ (કોલકાતા) કોમોડોર અતુલ મૈની આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ લોન્ચ સમારંભમાં વોરશિપ પ્રોડક્શન સુપ્રિટેન્ડેન્ટ (કોલકાતા) કોમોડોર એસ. શ્રીકુમાર સહિતના સન્માનનીય અતિથિઓ હાજર રહ્યા હતા. ટીટાગઢ વતી કોમોડોર સંજય દેશપાંડે (નિવૃત્ત), એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ઓપીએસ), ગૌતમ રોય, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને કોમોડોર ઈશાન ટંડન (નિવૃત્ત), વીપી-એસબીડી ઉપસ્થિત રહ્યા હતા.
ટીઆરએસએલના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આ વર્ષના પ્રારંભે પહેલી ટગ લોન્ચ કર્યા પછી અમે વિક્રમજનક સમયમાં આ બીજી ટગ લોન્ચ કરી છે જે પહેલી લોન્ચ કર્યાના માત્ર 2 જ મહિનામાં પૂરી પાડવામાં આવી છે. આ ભારતની નૌકાદળની વધતી ક્ષમતા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતામાં એક નોંધપાત્ર સિદ્ધિ છે
25ટી બીપી ટગ અનેક મહત્વના ફીચર્સ ધરાવે છે જે વિવિધ મેરીટાઇમ કામગીરીઓ માટે તેની ક્ષમતાને વધારે છે. પ્રત્યેક 1200 BHP @1800 RPM ઉત્પન્ન કરતા બે મજબૂત એન્જિનોથી ચાલિત આ ટગ મોટા વેસલ્સને ગતિશીલતા માટે પ્રચંડ તાકાત પૂરી પાડે છે. 25-ટનના બોલાર્ડ પુલ સાથે, ટગ વિવિધ પ્રકારના ટોઇંગ કાર્યોને અસરકારક રીતે હેન્ડલ કરી શકે છે.એક્સટર્નલ ફાયરફાઇટિંગ સિસ્ટમથી સજ્જ અને નોંધપાત્ર 96-કલાકની સહનશક્તિ સાથેઆ જહાજ કટોકટીની પરિસ્થિતિઓ માટે સજ્જતાની ખાતરી આપે છે