સુરત
લિંબાયત નીલમનગર સોસાયટી ના એક રૂમમાંથી રૂપિયા ૧૯.૪૫ લાખના દાગીના અને રોકડની ચોરી
લિંબાયત બેજનાથ મંદિર ની પાસે નીલમનગર સોસાયટી ના બીજા માળે આવેલા એક રૂમમાંથી રૂપિયા ૧૯.૪૫ લાખના દાગીના અને રોકડની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
લિંબાયત બૈજનાથ મંદિર ની પાસે નીલમ નગર સોસાયટીમા રહેતા સુનિલકુમાર રામપ્રસાદ સોની મૂળ બિહારના રોહતાસ જિલ્લાના વતની છે સુનિલ કુમાર સોની ના મકાન ને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અને ગત તારીખ 11 ફેબ્રુઆરીના રોજથી 13 ફેબ્રુઆરી ના સવાર દરમિયાન અજાણ્યા તસ્કરો સોસાયટીના અગાસી ઉપરથી સુનિલકુમાર સોનીના રૂમ પાસે પહોંચ્યા હતા.
રૂમના દરવાજાનું તાળું કાપી અંદર પ્રવેશ કર્યો હતો બેડરૂમમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂપિયા 19.45 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.આ અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં સુનિલકુમાર ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.