એજ્યુકેશન
ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ લોક નૃત્ય કલામહાકુંભ સ્પર્ધા મા ત્રીજો ક્રમ મેળવ્યો

સુરતઃ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ કલા મહાકુંભ 2025-26 રાજ્ય કક્ષાની લોક નૃત્ય કલામહાકુંભ સ્પર્ધા મા ત્રીજો ક્રમ મેળવ્યો છે. તેમણે રાજ્ય સ્તરે તેમની કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું છે. તેમણે શાળા ને ગર્વ અપાવ્યા સાથે સાથે શાળા નુ નામ રોશન કર્યુ છે.
કલા મહાકુંભ 2025-26 એક પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક પહેલ છે જે યુવા કલાકારોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક મંચ પ્રદાન કરે છે. આ સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ તેમની કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરીને રાજ્ય સ્તરે તેમની પ્રતિભા દર્શાવી છે.
ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને તેમના કલા ગુરુ ને તેમની સફળતા બદલ શાળા ના ટ્રસ્ટી, કેમ્પસ ડિરેક્ટોર અને પ્રિન્સિપાલ શુભેચ્છા પાઠવી.



