ધ રેડીયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલનું એચ.એસ.સી 2024નું ઝળહળતુ પરિણામ

સુરત : માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું આજરોજ 9 મેએ પરિણામ જાહેર થયું છે. આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જાહેર કરવામાં આવ્યાં છે.ધ રેડીયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ ના વિધાર્થીઓ એ તેમાં અદભુત સફળતા પ્રાપ્ત કરી છે.
શાળાના વિજ્ઞાન પ્રવાહ ના ૮૧ વિધાર્થીઓ માંથી ૬ વિધાર્થીઓ A1 ગ્રેડ માં અને ૨૧ વિધાર્થીઓ A2 ગ્રેડ માં સ્થાન મેળવ્યું હતું સાથે સાથે ગુજકેટ પરીક્ષા માં ૧૪ જેટલા વિદ્યાર્થીઓ ૧૦૦ થી વધુ ગુણ મેળવ્યા હતા.સામાન્ય પ્રવાહ માં ૧૦૦ % પરીણામ મેળવી રાંદેર અને અડાજણ વિસ્તારમાં અદ્ભૂત સફળતા મળી છે આ સાથે ૬ વિધાર્થીઓ A1 ગ્રેડ અને ૧૮ વિધાર્થીઓ A2 ગ્રેડ મેળવી શાળા તેમજ માતા પિતા નું નામ રોશન કર્યું હતું.શાળાના ૧૦૦ થી પણ વધુ વિધાર્થીઓ B1અને B2 ગ્રેડ મેળવ્યા હતા અને શાળા ને શૈક્ષણિક સંસ્થાઓ માં એક આગવું સ્થાન અપાવ્યું હતું.
શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા અને આચાર્ય ડો વિરલ એમ નાણાવટી દ્વારા આ વિધાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર, સિવિલ સર્વિસ,MBA,C.A,C.S, જેવા ક્ષેત્રોમાં પ્રગતિ કરી પોતાનું આગવું સ્થાન ધરાવે તેવી શુભેચ્છા સાથે તેમને પુષ્પ અર્પણ કરી મિઠાઈ ખવડાવીને શુભેચ્છા પાઠવી હતી.