ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનું સીબીએસઈ ધો.12માં 100 ટકા રિઝલ્ટ
A1 માં 24 અને A2 માં 41 વિદ્યાર્થીઓ સાથે 100% પરિણામ

ધોરણ 12 સીબીએસઇ બોર્ડ ફેબ્રુઆરી/માર્ચ-2025 નું બોર્ડની પરીક્ષાના પરિણામમાં મંગળવારના રોજ જાહેર થયેલ છે ત્યારે અડાજણ જહાંગીરાબાદ સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ 100% પરિણામ સાથે સફળતાનો ડંકો ગુંજવી દીધો જેમાં છેલ્લા ૭ વર્ષની જેમ આ વર્ષે પણ ધી રેડિયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલએ અડાજણ અને રાંદેર ઝોનમાં સૌથી વધુ 𝐀𝟏 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરી અવ્વલ રહ્યું છે. જેમાં 24 વિદ્યાર્થીએ 𝐀𝟏 કેટેગરી અને 41 વિદ્યાર્થીએ 𝐀2 કેટેગરી માં ગ્રેડ મેળવ્યો છે. સાથે સાથે સતત બીજા વર્ષે પણ 100% પરિણામ રેકોર્ડ બ્રેક સિદ્ધિ મેળવી છે. કુલ 136 વિદ્યાર્થીઓ માંથી 80% વિદ્યાર્થીઓએ 75% થી વધારે પરિણામ પ્રાપ્ત કર્યું છે.
શાળા માં A1 ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીનું નામ: ટકાવારી(%)
મયંક હિતેશકુમાર તેજનાની 97
ભવ્યકુમાર મયુરભાઈ પટેલ 96.6
હેનિલ અશોકકુમાર જૈન 96
લાવણ્યા અશોક સિંઘ 95.2
ગીતાંજલિ સ્વપન માઇટી 94
રાજદીપ રણજીત પરમાર 93.4
દિવયાની રાકેશકુમાર સોલંકી 93.4
પ્રિયમ રમેશ પટેલ 92.6
ખાઈરુન્નિશા આમીન શેખ 92.6
ઋષિરાજ અશોકભાઇ પટેલ 92.4
રેહાન ઇમ્તિયાજ મોતીવલા 92.2
લક્ષીતા રાજેન્દ્ર ગર્ગ 92.04
અશ્મિ શિવેશ પટેલ 92
શિવેનકુમાર ચૌધરી 91.8
શ્રીરંગ માધવ પાઠક 91.8
કૌશલરાજ બર્નવાલ 91.6
જયેશ મનોજકુમાર ચૌધરી 91.2
પલક પરવેજ મલેક 91
અર્પિતા રાજીવ 91
ધ્રુવ વિનોદ બાગાની 90.6
દર્શ મિતુલભાઈ પટેલ 90.6
કીર્તિ જયકુમાર લલ્વાની 90.4
રિયા લલિતચંદ્ર પરમાર 90.4
આ રેકોર્ડ બ્રેક ઉચ્ચતમ પરિણામ માં શાળાના 80% થી વધુ વિદ્યાર્થીઓ 75% થી વધુ માર્ક મેળવી શાળા પરિવાર ના તમામ વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનો તેમજ શિક્ષક મિત્રોને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.
આ જવલંત સફળતા બદલ શાળા ના A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને 100% સુધીની આશીર્વાદ સ્કૉલરશીપ યોજનાનો લાભ શાળાના ફાઉન્ડર રામજીભાઈ માંગુકિયા દ્વારા કરવામાં આવી છે જેથી અભ્યાસ અંગે અને ઉચ્ચ પરિણામમાં રુચિ જળવાઈ રહે.
આ શાળાએ આગળનાં બધા રેકોર્ડ તોડીને મોટી સિધ્ધિ પ્રાપ્ત કરીને વાલી અને વિદ્યાર્થીના વિશ્વાસને જીતવા બદલ શાળાના વાઈસ ચેરમેન જીગ્નેશભાઈ માંગુકિયા અને મેનેજિંગ ટ્રસ્ટી કિશનભાઈ માંગુકિયા દ્વારા શાળાના ડાઇરેક્ટર આશિષભાઈ વાઘાણી , CBSE માધ્યમ શાળાના આચાર્ય તૃષાર પરમાર ને “શાળાની અને શિક્ષકો ની જ્વલંત સફળતા”માટે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે ધોરણ-૧૨ ના તમામ વિદ્યાર્થી, વાલીમિત્રો ને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી.