વકીલની માતા દ્રારકા ફરવા ગયાને તસ્કરો ઘરે ૧૮.૬૮ લાખનો હાથફેરો કરી ફરાર
જીતેન્દ્રભાઈઍ મકાનના સમારકામ માટે પૈસા ભેગા કર્યા હતા
ઉધના મગદલ્લા રોડ સોમનાથ સોસાયટીમાં રહેતા ઍડવોકેટની માતા દ્વારકા ધાર્મિક યાત્રાઍ ફરવા માટે ગયા હતા. તે દરમ્યાન તસ્કરોઍ તેમના બંધ મકાનને નિશાન બનાવી કબાટમાંથી રોકડા ૧૩.૫૦ લાખ અને દાગીના મળી કુલ રૂપિયા ૧૮.૬૮ લાખના મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ અલથાણ ગાર્ડનની પાછળ ક્રિષ્ણા રેસીડેન્સીમાં રહેતી ઍડવોકેટ જીતેન્દ્રભાઈ દીનેશચંદ્ર રાવની માતા ઉધના મગદલ્લા રોડ શનિદેવ મંદિરની ગલીમાં સોમનાથ સોસાયટીમાં રહે છે. આજ મકાનના ઉપરના માળે જીતેન્દ્રભાઈની ઓફિસ પણ આવેલી છે. જીતેન્દ્રભાઈની માતાની તબિયત ઘણા સમયથી ના તુંદરસ્ત હોય અને ઉંમર લાય હોવાથી તેમની સુવિધા માટે તથા ઓફિસ માટે ઘરનું સમારકામ કરવા માટે પોતાની બચત અને મિત્ર પાસેથી મળીને રોકડા ૧૨ લાખ ભેગા કરી પહેલા માળે આવેલી ઓફિસના કબાટમાં મુકયા હતા.
દરમ્યાન જીતેન્દ્રભાઈની માતા ગત તા ૫ મીના રોજ દ્રારકા ધાર્મિક યાત્રાઍ ફરવા માટે ગયા હતા. તે દરમ્યાન બંધ મકાનનો તસ્કરોઍ લાભ ઉઠાવી મુખ્ય દરવાજાની લોખંડની જાળી તોડી અંદર પ્રવેશ કરી જીતેન્દ્રભાઈની ઓફિસમાં કબાટમાંથી રોકડા ૧૨ લાખ તેમજ ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ તેની માતાના રૂમના કબાટમાંથી રોકડા ૧,૫૦,૦૦૦ ચાર બંગડી, સોનાની વીટી, તુલસીની સોનાની માળા મળી કુલ રૂપિયા ૧૮,૬૮,૫૯૫ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
જીતેન્દ્રભાઈ ગતરોજ કોર્ટમાં હતા તે વખતે તેમની પત્નીઍ ફોન કરી ચોરી અંગે જાણ કરતા તેઑ સીધા ઘરે પહોચ્યા હતા ઍ તપાસ કરતા ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો અને કબાટમાંથી રોકડ રકમ અને દાગીના મળી કુલ રૂપિયા ૧૮,૬૭,૫૯૫ના મતાની ચોરી થઈ હોવાનુ બહાર આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.