સુરત

ચેમ્બર ઓફ કોમર્સના લેડીઝ વીંગે મુંબઈ સ્થિત નીતા મુકેશ અંબાણી આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટરની મુલાકાત લીધી

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીના નેજા હેઠળ ચેમ્બરના લેડીઝ વીંગના ચેરપર્સન મનિષાબેન બોડાવાલા, કો–ચેરપર્સન ગીતાબેન વઘાસિયા, સેક્રેટરી પ્લવનમી દવે તથા સભ્યો મયુરીબેન મેવાવાલા અને અલ્પાબેન મદ્રાસી તેમજ ચેમ્બરની મહિલા કર્મચારીઓ સહિત ૧૩૭ મહિલા સાહસિકોએ શુક્રવાર, ૦પ એપ્રિલ ર૦ર૪ના રોજ મુંબઈ સ્થિત નીતા મુકેશ અંબાણી આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટર, જીઓ વર્લ્ડ સેન્ટર અને મરીન ડ્રાઈવને બાંદ્રા–વર્લી સી–લિંક સાથે જોડતી ભારતની પ્રથમ સમુદ્રી ટનલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન શહેરની જુદા–જુદા ક્ષેત્ર સાથે સંકળાયેલી ચેમ્બર ઓફ કોમર્સના લેડીઝ વીંગના ૧૦૦થી વધુ મહિલા સાહસિકો જોડાઈ હતી.

નીતા મુકેશ અંબાણી આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટરમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોના પ્રદર્શન માટે ૧૬ હજાર સ્કવેર ફૂટમાં ચાર માળનું આર્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે, જેમાં તમામ એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરતની મહિલા ઉદ્યોગ સાહસિકોએ સેન્ટરની મુલાકાત દરમિયાન યાયોઈ કુસામા દ્વારા ડિઝાઈન કરાયેલા ઇન્ફીનિટી મિરર શો નિહાળ્યો હતો. સાથે જ સેન્ટરના આર્ટ હાઉસના આર્કિટેકચર પાવર ડાયનેમિકસને એમ્બેડ કરતી થ્રી ડાયમેન્શિયલ ડ્રોઈંગ વિશે માહિતી મેળવી હતી.

રાકસ મીડિયા નિર્મિત ટેમ્પરલ યુનિવર્સ જે ર૭ ઘડિયાળોનો સંગ્રહ છે અને આ ઘડિયાળોમાં શહેરના સમય નહીં, પરંતુ ઘડિયાળના કાંટા કલાકોને બદલે લાગણીઓથી ચિન્હિત કરવામાં આવ્યા હતા. જ્યારે ‘Chaal’ બામ્બુ આર્ટ અને ‘Sultanaˆs Reality’ નામની મહિલાઓના જીવનના નવી ઉપલક્ષ્ય સાથે દર્શાવેલી સીરિઝ જોઈ હતી. મહિલાઓએ જીઓ ગાર્ડનમાં આયોજિત ફલી માર્કેટ ખાતે શોપિંગની સાથે મ્યુઝિક શોનો પણ આનંદ માન્યો હતો.

નીતા મુકેશ અંબાણી આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટરમાં સ્વદેશ સ્ટોર છે. આ સ્ટોરમાં ભારતીય કલાકારો અને ક્રાફટ મેકર્સ દ્વારા બનાવવામાં આવેલા ઇન્ડિયન આર્ટ્સ, ક્રાફટ્સ અને એથનિક પ્રોડકટને પ્રદર્શિત કરવામાં આવે છે. લેડીઝ વીંગના મહિલા સભ્યોએ સ્વદેશ સ્ટોરની પણ મુલાકાત લીધી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button