ચેમ્બર દ્વારા સુરત મહાનગર પાલિકાના નવનિયુક્ત અને નિવૃત્ત પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાશે

સુરતઃ ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૩૦ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ સાંજે ૬:૦૦ કલાકે પ્લેટિનમ હોલ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે સુરત મહાનગર પાલિકાના નવનિયુક્ત અને નિવૃત્ત પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાશે. નવનિયુકત મેયર દક્ષેશ માવાણી, ડેપ્યુટી મેયર ડો. નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશિબેન ત્રિપાઠી, દંડક ધર્મેશકુમાર વાણિયાવાલા તથા વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરીયા અને દંડક રચનાબેન હિરપરાનું સન્માન કરાશે.
એવી જ રીતે સુરત મહાનગર પાલિકાના નિવૃત્ત થયેલા પદાધિકારીઓ જેવા કે પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા, પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી, પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ, પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંગ રાજપુત, દંડક વિનોદ પટેલ તથા વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી અને દંડક શોભનાબેન કેવડીયાનું સન્માન કરી તેઓનું અભિવાદન કરવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરત મહાનગરપાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેનોનું પણ સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત સુરત શહેરના તમામ વોર્ડના નગરસેવકોનું પણ સન્માન કરવામાં આવશે.