સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. ર૩, ર૪, રપ અને ર૬ ફેબ્રુઆરી, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચાર દિવસીય ‘ઉદ્યોગ– ર૦ર૪’પ્રદર્શન યોજાયું હતું, જેનું આજરોજ સમાપન થયું હતું. ચાર દિવસીય ઉદ્યોગ પ્રદર્શનમાં દેશના જુદા–જુદા શહેરોમાંથી ર૦ હજારથી પણ વધુ બાયર્સે વિઝીટ કરતા પ્રદર્શનને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. જેને કારણે એકઝીબીટર્સને જુદા–જુદા સેગમેન્ટમાં ખૂબ જ સારી ઇન્કવાયરી જનરેટ થઇ હતી.
ઉદ્યોગ પ્રદર્શનમાં ત્રણ દિવસ દરમ્યાન ઇન્દોર, તેલંગાણા, કોલકાતા, ચેન્નાઇ, છત્તીસગઢ, દિલ્હી, ઇરોડ, હૈદરાબાદ, જોધપુર, જેતપુર, ઉદયપુર, અહમદનગર, અમૃતસર, પાણીપત, બેંગ્લોર, મુંબઇ, ભીવંડી, માલેગાંવ, નાસિક, નવાપુર, અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભાવનગર, ભરૂચ, વડોદરા, વલસાડ, રાજકોટ, સેલવાસા, વ્યારા વિગેરે શહેરોમાંથી બાયર્સ મુલાકાતે આવ્યા હતા. ઉદ્યોગ પ્રદર્શનમાં પહેલા દિવસે ૪૧૭૦, બીજા દિવસે પપ૮૦, ત્રીજા દિવસે ૭૧પ૦ અને ચોથા દિવસે ૩૧૮ર બાયર્સ મળી કુલ ર૦૦૮ર જેટલા બાયર્સ મુલાકાતે આવ્યા હતા, આથી એકઝીબીટર્સને ખૂબ જ સારી ઇન્કવાયરી જનરેટ થઇ હતી.
ઉદ્યોગ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઈલ એન્સીલરી, ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટ, એન્જીનિયરીંગ સેગ્મેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટર્નેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, કન્ટ્રી, સ્ટેટ, ગર્વમેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવેલિયન અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા તેમની પ્રોડકટ્સ અને સર્વિસિસનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ ઉદ્યોગ એકઝીબીશનમાં પ્રથમ વખત ‘૩ E એક્ષ્પો’તરીકે અલગથી પેવેલિયન ફાળવવામાં આવ્યું હતું. જેમાં એનર્જી, એફિશિયન્સી અને એન્વાયરમેન્ટ માટેના પ્રોડકટ તેમજ સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં પણ એકઝીબીટર્સને ઘણી સારી ઇન્કવાયરી જનરેટ થઇ હતી.