
સુરત: ચોર્યાસીના ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈના હસ્તે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રૂ.૧૧ કરોડના ખર્ચે સુરત-સચિન-નવસારી રોડ (કિ.મી. ૧૩/૪ થી ૨૧/૪)ના કામનો શુભારંભ કરાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, હાલ સુરતની હદ સુધી એટલે કે, મીંઢોળા નદીના પુલ સુધી રૂ.૧૧ કરોડના ખર્ચે રસ્તાને રિ-કાર્પેટ કરવામાં આવશે. આગામી દિવસોમાં જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રૂ.૨૨૬ કરોડના ખર્ચે સિક્સલેન રોડની કામગીરી શરૂ થનાર હોવાની વિગતો આપી હતી.
આ પ્રસંગે ફાયર એન્ડ લાઈટ સમિતિ ચેરમેન ચિરાગસિંહ સોલંકી, નગરસેવક હસમુખભાઈ નાયકા તથા પિયુષાબેન પટેલ, ડે.કમિશનર મીના ગજ્જર, આરોગ્ય અધિકારી ડૉ. અમિત પટેલ તથા ટેકનિકલ સ્ટાફ, સંગઠનના પ્રમુખ દીપક ચૌધરી, અગ્રણીઓ મનોજસિંહ સોલંકી, મોહનભાઈ પટેલ, ચંપક પરમાર (વલસાડ), ગિરીશ પટેલ, જયરાજબા કુંવરબા સોલંકી, નિરવ દેસાઈ, અમિત શર્મા તથા આરતીબેન સહિત અન્ય પદાધિકારીઓ અને માર્ગમકાન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.