એજ્યુકેશનસુરત

સવજીભાઈ પટેલની જીવનયાત્રાના પ્રસંગોને નિરૂપણ કરતા પુસ્તક ‘કર્મશિલ્પી’ નું વિમોચન કરવામાં આવ્યું

પુસ્તકમાં રહેલ પ્રકરણનું પિયુષ જોશીએ વાંચન કરીને લોકોને ભાવવિભોર કર્યા

આજ રોજ તારીખ 17 જુન 2023 ને શનિવારના રોજ સુરત ખાતે શહેરના જાણીતા શિક્ષણવિદ શ્રી સવજીભાઈ પટેલની જીવનયાત્રાના પ્રસંગોને નિરૂપણ કરતા પુસ્તક ‘કર્મશિલ્પી’ નું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સુરત શહેરના અગ્રણી મહાનુભાવો તથા શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ભાવનગરીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું

‘કર્મશિલ્પી’ પુસ્તક વિમોચન કાર્યક્રમની શરૂઆત શ્રી વલ્લભભાઈ પટેલે સૌ આમંત્રિત મહેમાનોને આવકારીને કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો તથા સવજીભાઈ પટેલના પરિવારજનોના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સવજીભાઈ પટેલે પોતાની જીવનયાત્રાના યાદગાર પ્રસંગોને પ્રેક્ષકો સમક્ષ મૂક્યા હતા. પુસ્તકના લેખક શ્રી હરિકૃષ્ણભાઈ શાસ્ત્રીએ પુસ્તક વિશે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. તેમજ પુસ્તકમાં રહેલ પ્રકરણનું પિયુષ જોશીએ વાંચન કરીને લોકોને ભાવવિભોર કર્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન તેમજ પૂર્વ શિક્ષણમંત્રી  નાનુભાઈ વાનાણી તથા વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સીટીના કુલપતિ  દક્ષેશભાઈ ઠાકરે પણ પ્રસંગોચિત્ત ઉદબોધન આપ્યું હતું.  રવજીભાઈ અને  પરબતભાઈએ પણ સવજીભાઈ પટેલ સાથેના જુના સંસ્મરણો અને અનુભવો વાગોળ્યા હતા. સવજીભાઈ પટેલના વિદ્યાર્થી અને શહેરના પ્રખ્યાત કાર્ડિયાક સર્જન એવા ડૉ.નિલેશભાઈ પરષોતમ એ પોતાના જીવનમાં રહેલો સવજીભાઈ પટેલ નો સિંહફાળો વર્ણવ્યો હતો.

ગોપીબેન, વૈશાલીબેન અને શૈલજાબેન કે જે સવજીભાઈ પટેલના પરિવારની પુત્રવધુઓ અને શિક્ષણક્ષેત્રે ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે, તેમણે પણ સમાજ અને પરિવાર માટે સવજીભાઈ પટેલે આપેલ યોગદાન અને નિસ્વાર્થ સેવાભાવનાને પોતાના વક્તવ્યમાં બિરદાવી હતી. અંતમાં, સવજીભાઈ પટેલે પોતાની વાણીમાં લોકો તરફથી મળેલ પ્રેમ, હુંફ, સહકાર અને લાગણીઓને વધાવીને આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન હાજર સૌ કોઈ સવજીભાઈ પટેલના ઉમદા, કર્મનિષ્ઠ અને પ્રેરણાદાયી જીવનના અને એક સફળ કાર્યક્રમના સાક્ષી બની રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button