ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના ૩૯મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

સુરતઃ સેવાકીય પ્રવૃતિમાં અગ્રેસર રહેનાર સહસફણા પાશ્વનાર્થ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને મહાવીર અન્નક્ષેત્રે ગોપીપુરા ખાતે સેવાકીય પ્રવૃતિ સાથે કરી માનવતાની જ્યોત પ્રજલીત કરી. જેમાં ગરીબ નિરાધાર ભિક્ષુકોને મિષ્ઠાન સાથેનું ભોજન સાથે ભિક્ષુકોને ધાબડા વિતરણ અને જરૂરિયાતમંદ અને નિરાધાર મહિલાઓને અનાજ ની કીટનું વિતરણ સહાય અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના ૩૯મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં શહેર ના 22 સેન્ટરો ઉપર રોજિંદા 5000 થી વધારે ગરીબ જરૂરીયાતમંદોને ભોજન કરાવતી શહેરની સેવાકીય સંસ્થા પ.પૂ. આચાર્યસમ ચંદ્રશેખરવિજયજી મ.સા. પ્રેરિત સહસફણા પાર્શ્વનાથ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ મહાવીર અન્નક્ષેત્રે ગોપીપુરા- સુરત ખાતે ગૃહરાજ્યમંત્રીના માતૃશ્રી દેવયાનીબેન તેમજ ધર્મપત્ની પ્રાચીબેનના હસ્તે સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી હતી.
જેમાં પરિવારજનો, ગૃહરાજ્યમંત્રીના મિત્રો ઉપસ્થિત રહી રહ્યા હતા. જેમાં ખૂબ સુંદર સહકાર લેહરુભાઈ ચાહવાળા ના મળ્યો હતો. અને એમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સુપેરે પાર પાડવામાં આવ્યો હતો.