સુરત. તા. ૨૪ ડીસેમ્બર ૨૦૨૪ : ટાટા પ્રોજેક્ટ્સે પોતાના કાર્યબળને સશક્ત બનાવવા અને બાંધકામ ઉદ્યોગમાં ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી કામદારોના કૌશલ્ય વિકાસ સાથે સંકળાયેલી પહેલોના પ્રારંભની જાહેરાત કરી છે. આ પહેલોને તેમના કામદારોને વ્યાપક તાલિમ, માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર અને આર્થિક સહાયતા પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવી છે, જે અંતર્ગત ઉત્તમ સાઇટ વ્યવસ્થાપન અને કૌશલ્ય પ્રતિભાસંપન્ન સમૂહથી કંપનીને લાભ પણ પહોંચી રહ્યો છે. કંપની પહેલોના માધ્યમથી કામદારોને કુશળ બાંધકામ નિષ્ણાતો બનવાની તક આપીને સશક્ત કરવાનો છે, જેથી આ રીતે તેમની રોજગાર ક્ષમતામાં સુધારો થઈ શકે. આ પહેલ દ્વારા, અમારા કામદારોને ન માત્ર પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવાની તક મળે છે, પરંતુ તેમના માટે તેમની કારકિર્દીને આગળ વધારવાના અને ઉચ્ચ હોદ્દા તેમજ વધુ સારા પગારવાળી નોકરીઓ માટેના દરવાજા પણ ખુલે છે.
કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીના આગલી હરોળના કાર્યબળને વ્યાપક વર્ક ઈન્ટિગ્રેટેડ ટ્રેનિંગથી ફાયદો થશે, જે અંતર્ગત ક્લાસરૂમ લર્નિંગ સાથેસાથે સંયુક્ત વ્યવહારિક અનુભવ પૂરો પાડવામાં આવે છે, જેથી તેઓ દરેક પ્રકારના કૌશલ્યને પ્રાપ્ત કરી શકે. તાલિમ પૂરી થવા પર, અમારા કાર્યબળને કંસ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ (સીઆઈડીસી) અને કલિંગા યુનિવર્સિટી તરફથી માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર, ડિપ્લોમા અને ડિગ્રી પ્રાપ્ત થાય છે, જેનાથી તેમની વિશ્વસનીયતા અને રોજગાર મેળવવાની ક્ષમતા વધે છે.
ટાટા પ્રોજેક્ટની આ પહેલ બાંધકામ પ્રથાઓમાં ટકાઉપણા અને કાર્યક્ષમતાના સિદ્ધાંતોને સ્થાપિત કરી ટકાઉ સાઇટ વ્યવસ્થાપન પર ભાર મૂકે છે. આ તાલિમ કાર્યક્રમનો ઉદ્દેશ છે, બાંધકામ ઉદ્યોગમાં કૌશલ્યવાન પ્રતિભાઓનો સમાવેશ કરવો, જે તેના વિકાસ અને વૃદ્ધિમાં ફાળો આપતા હોય. આ પહેલના માધ્યમથી, અમે નિપુણ, પ્રમાણિત કાર્યબળ, કાર્યબળમાં વિવિધતા અને કુશળ ટ્રેનર્સનો એક સમૂહ હાંસલ કરવા ઇચ્છીએ છીએ. આવનારા દિવસોમાં અમે કુશળ ફોરમેનના સમૂહ, બાંધકામ સુપરવાઇઝર માટે પ્રતિભા સમૂહ બનાવવા અને આગામી યોજનાઓ માટે એક કેડર સ્થાપિત કરવા ઇચ્છીએ છીએ. આ પ્રોગ્રામ કર્મચારીઓની કારકિર્દીને બાંધકામ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટતા મેળવવા માટે જરૂરી નિપુણતાથી સજ્જ કરી ઉલ્લેખનીય લાભ પૂરો પાડીશું, જેથી વધુ સ્થિર ભાવિની સુનિશ્ચિત થશે.
ટાટા પ્રોજેક્ટ્સના સીએચઆરઓ રિતેશ પ્રતાપ સિંહે જણાવ્યું, “’ટાટા પ્રોજેક્ટ ખાતે, અમારૂં માનવું છે કે અમારા કર્મચારીઓ અમારી સૌથી મોટી સંપત્તિ છે, અને તેમના આગળ વધવાથી અમારી સફળતાને પ્રોત્સાહન મળે છે. અમે ‘ફ્રન્ટલાઇન વર્કફોર્સ અપસ્કિલિંગ પ્રોગ્રામ’ના માધ્યમથી ન માત્ર અમારા કર્મચારીઓમાં, પરંતુ નિર્માણ ઉદ્યોગના ભાવિમાં પણ રોકાણ કરી રહ્યાં છીએ અને આ તેમના વ્યાવસાયિક વિકાસ તથા સુખાકારી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. તેનાથી તે સુનિશ્ચિત થશે કે તેમની પાસે પોતાની કારકિર્દીને આગળ વધરવા અને ઉદ્યોગના ભવિષ્યમાં યોગદાન આપવા માટે જરૂરી કૌશલ્ય અને સમર્થન મળી શકે.
અમે અમારા કાર્યબળને નવા કૌશલ્ય સાથે સશક્ત બનાવી, સતત સુધારો અને નવીનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહ્યાં છે, જેનાથી તે ખાતરીબદ્ધ થઇ રહ્યું છે કે અમે ન માત્ર ઢાંચાનું નિર્માણ કરી રહ્યાં છે, પરંતુ વધુ મજબૂત, વધુ ટકાઉ સમુદાયોનું નિર્માણ પણ કરી રહ્યા છીએ.”
કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ (સીઆઈડીસી)ના ડિરેક્ટર જનરલ ડૉ. પી. આર. સ્વરૂપે જણાવ્યું, “ટાટા પ્રોજેક્ટ્સ અને સીઆઈડીસી વચ્ચેનું આ જોડાણ બાંધકામ ઉદ્યોગને આગળ ધપાવવા પ્રત્યેની અમારી કટિબદ્ધતાને રેખાંકિત કરે છે. કામદારોને જરૂરી કૌશલ્ય અને જ્ઞાનથી સજ્જ કરીને અમે ન માત્ર તેમની વ્યક્તિ કારકિર્દીને શ્રેષ્ઠ બનાવી રહ્યાં છે, પરંતુ ઉદ્યોગમાં ગુણવત્તા અને કાયક્ષમતા માટે પણ નવા ધોરણો પણ સ્થાપિત કરી રહ્યાં છીએ. સાથે મળીને અમે કાર્યબળ અને તેમના સમુદાયો માટે અક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યાં છે.”