ઝોમાટોએ ઓનલાઇન ફૂડ ઓર્ડર્સ ઉપર અનલિમિટેડ રિવોર્ડ આપવા ટાટા ડિજિટલ સાથે ભાગીદારી કરી

સુરત: ફૂડ ઓર્ડરિંગ અને ડિલિવરી પ્લેટફોર્મ ઝોમાટોએ ટાટા ડિજિટલ સાથે રસપ્રદ ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ ડિસ્કાઉન્ટ ઓફર પ્રોગ્રામ પ્રસ્તુત કરાયો છે, કે જેઓ ટાટા ડિજિટલના કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ટાટા ન્યૂ એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ (ન્યૂકાર્ડ)નો ઉપયોગ કરીને ઝોમાટો ઉપર ફૂડ ઓર્ડરની ચૂકવણી કરે છે. તેમાં ટાટા ડિજિટલ કો-બ્રાન્ડિંગ પાર્ટનર છે અને એચડીએફસી બેંક કાર્ડ ઇશ્યૂકર્તાં છે.
ઝોમાટો ઉપર ન્યૂકાર્ડનો ઉપયોગ કરતાં ગ્રાહકો હવે પ્લેટફોર્મ દ્વારા પ્રત્યેક ટ્રાન્ઝેક્શન ઉપર ઝોમાટો મની તરીકે 10 ટકા કેશબેકનો લાભ લઇ શકશે. આ ઓફર લઘુત્તમ રૂ. 99ના ઓર્ડર મૂલ્યના તમામ ફૂડ ડિલિવરી ઓર્ડર ઉપર માન્ય છે. આ ક્રેડિટનો ઉપયોગ ભવિષ્યના ઓર્ડર માટે સરળતાથી કરી શકાય છે, જેનાથી ઓનલાઇન ઓર્ડર કરાયેલા ફૂડની કિમતમાં ઘટાડો થશે અને વારંવાર ખરીદી માટે પ્રોત્સાહન મળશે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય યુઝરની સુવિધામાં વધારો કરવાનો છે અને સાથે-સાથે ટાટા ડિજિટલની ડિજિટલ પેમેન્ટ્સ ઇકોસિસ્ટમ સાથેનું જોડાણ પણ ગાઢ બનાવે છે. ન્યૂકાર્ડ યુઝર્સને ઝોમાટો ઉપર રિવર્ડ્સનો લાભ મળવાની સાથે-સાથે ન્યૂકોઇન પણ મળશે, જે ટાટા ન્યૂ એપ ઉપર ઉપલબ્ધ પ્રોડક્ટ્સ અને સર્વિસિસની વિશાળ શ્રેણી ઉપર રિડિમ કરી શકાશે. તેનાથી ખરા અર્થમાં એકીકૃત ડિજિટલ લાઇફસ્ટાઇલ અનુભવ મળશે.
ઝોમાટોના વાઇસ પ્રેસિડેન્ટ – પ્રોડક્ટ રાહુલ ગુપ્તાએ કહ્યું હતું કે, “અમે ગ્રાહકોની સફર વધુ ફળદાયી બનાવવા માટે ટાટા ન્યૂ સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છીએ. ન્યૂકાર્ડ યુઝર્સને માન્ય ઓર્ડર્સ ઉપર ઝોમાટો મનીમાં 10 ટકા કેશબેક સહિતના લાભોથી આ મીશનને બળ મળ્યું છે. આ કેશબેક ઝોમાટો ઉપર ભાવિ ઓર્ડર્સ માટે ઉપયોગમાં લઇ શકાશે, જેનાથી ટાટા ન્યૂની સુવિધાજનક અને મજબૂત ડિજિટલ ઇકોસિસ્ટમ દ્વારા વધુ બચતને પ્રોત્સાહન મળશે.”