ટાટા એઆઈજીનો સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સઃ વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓની સુરક્ષા

સુરત – ટાટા એઆઈજી જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જ ખાસ તૈયાર કરાયેલો કોમ્પ્રિહેન્સિવ પ્લાન સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઓફર કરે છે. તે અણધાર્યા તબીબી અને પ્રવાસ સંબંધિત પડકારો સામે નાણાંકીય સુરક્ષા પૂરી પાડે છે જેનાથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને માનસિક શાંતિ મળે છે.
ટાટા એઆઈજી જનરલ ઇન્શ્યોરન્સના કન્ઝ્યુમર અંડરરાઇટિંગના વાઇસ પ્રેસિડેન્ટ ડો. ચંદ્રકાંત સૈદે જણાવ્યું હતું કેટાટા એઆઈજીનો સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વ્યાપક સુરક્ષા અને માનસિક શાંતિ પ્રદાન કરે છે.
જો ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ સતત સાતથી વધુ દિવસ માટે હોસ્પિટલમાં દાખલ રહે અને તેની તબીબી સ્થિતિને જોતા તે સ્વદેશ પરત ન ફરી શકે તથા તેના પરિવારનો કોઈ પુખ્ત વયનો સભ્ય હાજર ન હોય તો કંપની તેના પરિવારના સભ્યને તેની સાથે રહેવા માટે રાઉન્ડ ટ્રિપ ઇકોનોમી ક્લાસ એર ટિકિટ અથવા ફર્સ્ટ ક્લાસ રેલવે ટિકિટ પૂરી પાડશે.
આ ઇન્શ્યોરન્સ જો વ્યક્તિનો પાસપોર્ટ ખોવાઇ જાય અને ડુપ્લીકેટ કે નવો પાસપોર્ટ મેળવવામાં જે જરૂરી અને વાજબી ખર્ચ થાય તો તે ડુપ્લીકેટ કે નવો પાસપોર્ટ મેળવવામાં થતો વાજબી ખર્ચ આવરી લે છે.
જો ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ સતત જીવલેણ બીમારીના કિસ્સામાં, તબીબી રીતે પરત ફરવાના કિસ્સામાં અથવા નજીકના પરિવારના સભ્યના મૃત્યુ થાય તેવા કિસ્સામાંઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ સ્કૂલના સેમેસ્ટરના બાકીના ભાગ માટે અભ્યાસ ચાલુ ન રાખી શકે જેના માટે ટ્યુશન ફી ચૂકવવામાં આવી છે, તો કંપની ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિને શૈક્ષણિક સંસ્થાને અગાઉથી આપવામાં આવેલી ટ્યુશન ફીની ભરપાઈ કરશે.