ટાટા એઆઇએ લાઇફે ભારતીય પરિવારોના ડ્રીમ વેડિંગ્સ સાકાર કરવા ‘શુભ મુહૂર્ત’ લોન્ચ કર્યું

સુરત : લગ્નના મહત્ત્વ અને ગ્રાહકો પર તેની નાણાંકીય અસરને ધ્યાનમાં રાખીનેભારતની અગ્રણી જીવન વીમા કંપનીઓમાંની એક ટાટા એઆઇએ લાઇફ ઇન્શ્યોરન્સ (ટાટા એઆઇએ)એ જીવન વીમાનું એક નવીન સોલ્યુશન ‘શુભ મુહૂર્ત’ રજૂ કર્યું છે. તેમાં માતાપિતાને તેમના બાળકના લગ્નના સ્વપ્ન માટે બચત કરવામાં મદદ કરતી અને આ પ્રસંગ જીવનભર યાદગાર બને એની ખાતરી કરતીઇક્વિટીમાં રોકાણ સાથે મૂડીની ખાતરી, ઇચ્છિત લાભાર્થીને લાભની નિશ્ચિતતા, જીવન વીમો, મૃત્યુના કિસ્સામાં નાણાંની તાત્કાલિક ચુકવણી, અને વધુ સુવિધાઓ છે.
લોન્ચ પર ટિપ્પણી કરતાટાટા એઆઇએના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વેન્કી ઐયરે જણાવ્યું હતું કેઅમે માતાપિતા માટે લગ્નનું મહત્ત્વ પણ સમજીએ છીએ. લગ્ન પ્રેમ અને એકતાનો ઉજવણીની સાથે-સાથે પારિવારિક લાગણીઓ અને આકાંક્ષાઓનો પુરાવો પણ છે. શુભ મુહૂર્તનો હેતુ પરિવારોને અગાઉથી સુપેરે આયોજન કરવામાં મદદ કરવાનો છે.”
શુભ મુહૂર્તના ખાસ લાભો જેમના બાળકો 1થી 20 વર્ષના વયજૂથમાં હોયએવા 31થી 50 વર્ષની વયના માતાપિતા માટે આ વિકલ્પશ્રેષ્ઠ છે. લગ્ન આયોજનને આનંદદાયક, તણાવમુક્ત અનુભવ બનાવવા માટે ખાસ તૈયાર કરાયેલાશુભ મુહૂર્તના અનન્ય ફાયદાઓ છે: લગ્ન સંબંધિત વિવિધ ખર્ચાઓનું આયોજન, ઇક્વિટીમાં રોકાણ સાથે મૂડીની ખાતરી: ચૂકવવામાં આવેલું પ્રિમિયમ સલામત રહેશે તેની ખાતરી માતાપિતાને નાણાંકીય સલામતિ અને માનસિક શાંતિ આપે છે.
બજારોમાં વધઘટની સ્થિતિમાં પણ ખાતરીબદ્ધ રકમ સુનિશ્ચિત કરે છે કે લગ્નના આયોજનની ગાડી પાટા પર રહે અને બજારની અનિશ્ચિતતાઓની એના પર અસર થતી નથી. લાંબા ગાળાનું સંપત્તિ સર્જન: લગ્નમાં ઘણીવાર મોટી આકાંક્ષાઓ હોય છે. શુભ મુહૂર્ત બજાર-આધારિત રોકાણો દ્વારા સમય જતાં માતબર ભંડોળ ઊભું કરવામાં મદદ કરે છે. MWPA હેઠળ વિશિષ્ટ સુરક્ષા:મેરીડ વિમેન્સ પ્રોપર્ટી એક્ટ (MWPA) હેઠળ પોલિસીની આવકને સુરક્ષિત કરીનેશુભ મુહૂર્ત સુનિશ્ચિત કરે છે કે બાળકના લગ્ન માટે ઊભું કરેલું ભંડોળ કાયદા મુજબસલામત છે અને ત્રાહિત વ્યક્તિના નાણાંકીય દાવાઓને અવગણીને ફક્ત લાભાર્થી (નોમિની) માટે જ ઉપલબ્ધ રહેશે.
ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને મૂડી બજાર માટેની કંપની જેફરીઝના એક અહેવાલમાં ભાર મુકવામાં આવ્યો કે2024માં ભારતમાં 80 લાખથી વધુ લગ્નો થયા હતાં અનેઅંદાજિત રૂ. 10.7 લાખ કરોડના ખર્ચ સાથેભારતીય લગ્ન પ્રણાલી વૈશ્વિક સ્તરે બીજા ક્રમે આવી હતી. ભારતીય લગ્નોનો સરેરાશ ખર્ચ આશરે રૂ. 12.5 લાખ હતો – જે બાળમંદિરથી સ્નાતક થવા સુધીના શિક્ષણના ખર્ચ કરતા બમણો હતો. ઘણીવાર રૂ. 1 કરોડથી વધુના ખર્ચ સાથેવૈભવી લગ્નોનો બજારમાં દબદબો છે.