ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સે 1 મિલિયન એપ ડાઉનલોડનું સીમાચિહ્ન સર કર્યું
સુરત – ભારતની અગ્રણી ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સે (ટાટા એઆઈએ) તેની કન્ઝ્યુમર એપે 1 મિલિયન ડાઉનલોડનો આંક વટાવ્યાની જાહેરાત કરી છે. આ સીમાચિહ્ન મોબાઇલ એપ, કન્ઝ્યુમર પોર્ટલ, વોટ્સએપ એનેબલ્ડ સર્વિસીઝ વગેરે સહિતના તેના ડિજિટલ સોલ્યુશન્સ પર ટાટા એઆઈએ ગ્રાહકોના વધી રહેલા વિશ્વાસ અને નિર્ભરતાનો વધુ એક પુરાવો છે.યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.
સર્વિસ આધારિત સુવિધાઓ ઉપરાંત આ એપ 12થી વધુ હેલ્થ અને વેલનેસ સર્વિસીઝ પૂરા પાડે છે. આ એપ પ્રીમિયમ પેમેન્ટ્સ, ક્લેઇમ રિક્વેસ્ટના ટ્રેકિંગ, પોર્ટફોલિયો અપડેટ્સસ, સમ એશ્યોર્ડ, ફંડ વેલ્યુ, એનએવી વગેરે સહિતની 60થી વધુ સર્વિસીઝ સાતેય દિવસ, ચોવીસે કલાક પૂરી પાડે છે. તે ઇન્સ્ટન્ટ લોન જેવા ઉદ્યોગના સૌપ્રથમ ફીચર પણ ઓફર કરે છે જે વ્યવહારોની સરળતા વધારીને ગ્રાહકોનો અનુભવ વધાર છે. અન્ય એક સૌપ્રથમ પ્રકારના ફીચરમાં ઇન્સ્ટન્ટ કસ્ટમર સર્વિસનો સમાવેશ થાય છે જેમાં વ્યવહારો રિયલ ટાઇમમાં પૂરા થાય છે અને ગ્રાહકને તરત જ તેની જાણ કરાય છે.
ટાટા એઆઈએના ચીફ ટેક્નોલોજી ઓફિસર અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સૌમ્યા ઘોષે જણાવ્યું હતું કે 1 મિલિયનથી વધુ એપ ડાઉનલોડ સુધી પહોંચવું એ ખાલી આંકડો જ નથી. તે અમારા ગ્રાહકોની વધતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે શ્રેષ્ઠ સર્વિસીઝ પૂરી પાડવાની અમારી સમર્પિતતા દર્શાવે છે.