સુરત

ટી. એન્ડ ટી. વી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, રામપુરા સુરત દ્વારા વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી

સુરતઃ ટી. એન્ડ ટી. વી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, રામપુરા સુરત દ્વારા વિશ્વ મેન્ટલ હેલ્થ દિવસ નિમિત્તે સિંગણપોર શહેરી આરોગ્ય કેંદ્ર ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સંસ્થાના બીજા વર્ષના GNM નર્સિંગ અને ત્રીજા વર્ષના B.Sc. નર્સિંગના વિદ્યાર્થીઓએ સરળ અને વિશ્વ માનસિક આરોગ્ય દિવસની થીમ આધારીત શેરી નાટક જેમા વિદ્યાર્થીઓએ રજૂ કરેલી શેરી નાટિકામાં માનસિક તાણ, ડિપ્રેશન અને આત્મહિંસા જેવી ગંભીર પરિસ્થિતિઓને સંભાળવા માટે પ્રેરણાદાયક સંદેશ આપ્યો અને જાહેર આરોગ્યજાગૃતિ આધારિત સમાજમા માનસિક આરોગ્ય નુ મહત્વ,સાર સમ્ભાળ , અને આકસ્મિક રીતે માનસિક આરોગ્ય ની સમયસર સારવાર ને આવરી લેતુ પોસ્ટર પ્રદર્શન રજૂ કર્યા હતા.

આ વર્ષે વિશ્વ મેન્ટલ હેલ્થ દિવસ-૨૦૨૫નો વિષય હતો:
“Access To Services: Mental Health in Catastrophe and Emergencies”
અર્થાત – “આપત્તિ અને કટોકટીના સમયમાં માનસિક આરોગ્ય સેવાઓની પહોંચ”.

કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના વાઈસ પ્રેસિડેંટ  ઈકબાલભાઈ કડીવાલા, એ આરોગ્યજાગૃતિ પોસ્ટર પ્રદર્શનને જાહેર જનતા માટે ખુલ્લુ મુક્યુ હત્. સિંગણપોર અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ. જીગ્નેશ પટેલ, ડૉ. અલ્પનાબેન નંદેશ્વરી , ડૉ. દ્રષ્ટી ગામીત, હેડ નર્સ જાગૃતિબેન, સંસ્થાના પ્રિન્સીપાલ પ્રો. કિરણ દોમડિયા, વાઈસ પ્રિન્સીપાલ જિમી મોગરિયા , મેન્ટલ હેલ્થ વિભાગની વડા  તન્વીબેન,અંજલી ભડકીવાલા,નર્સિંગ અસ્સો.ના  વિરેન પટેલ તેમજ સંસ્થાના અન્ય શિક્ષકવર્ગ, આરોગ્ય કેંદ્ર ના સ્ટાફ સહિત ટી. એન્ડ ટી. વી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ,સુરત ના નર્સિંગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું ઉદ્ઘાટન મા  ઈકબાલભાઈ કડીવાલાના એ પોતાના ઉદ્બોધનમાં માનસિક આરોગ્ય પ્રત્યે સમાજમાં વધતી જતી અવગણના, તણાવ અને ડિપ્રેશન જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો. અને આરોગ્ય કર્મી,તબીબો અને સમજ ને એક કડી મા જોડી ને સાંકળ્વા થી માનસીક આરોગ્ય ની અટ્કાયત અને સારવાર સારી બને. આ જાહેર આરોગ્ય લક્ષી શિક્ષણ ને સરહના કરી અભિનંદન પાઠ્વ્યા હતા.

આ પ્રસંગે પ્રિન્સીપાલ પ્રો. કિરણ દોમડિયા એ મેન્ટલ હેલ્થ જાળવવા માટે સકારાત્મક વિચારસરણી, યોગ્ય સલાહ તેમજ સમયસર કાઉન્સેલિંગનું મહત્વ સમજાવ્યું અને કાર્યક્રમની પ્રશંસા કરી.

સમાજ મા આરોગ્યજાગૃતિ પોસ્ટર પ્રદર્શન દ્વારા માનસિક સ્વાસ્થ્ય સંબંધિત શિક્ષાત્મક સંદેશો સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ. અને શેરી નાટક થી સમજ આપી વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button