બી.એસસી.નર્સિંગ અને જી.એન.એમ. કોર્ષના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ નો શપથ ગ્રહણ સમારોહ

સુરત : અશકતાશ્રમ ટ્રસ્ટ સંચાલિત ટી.એન્ડ ટી.વી.ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ,રામપુરા સુરતના બી.એસસી.નર્સિંગ અને જી.એન.એમ. નર્સિંગ કોર્ષ ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે માટે ઓથટેકિંગ સેરેમની (શપથ ગ્રહણ સમારોહ)નું આયોજન વિનસ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું.
જેમાં સમાંરભના મુખ્ય મહેમાન ટ્રસ્ટશ્રી હરેશ મહેતા , ટ્રસ્ટ અનલ મર્ચન્ટ અને નીના મર્ચન્ટ એ ફલોરેન્સ નાઈન્ટીગલની સૂક્ષ્મ હાજરીમાં પ્રથમ વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા અને કોલેજ ના તેજસ્વી વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ કર્યુ હતુ. .
સંસ્થાના પ્રિન્સીપાલપ્રોફ. કિરણ દોમડિયા દ્રારા પ્રથમ વર્ષના જી.એન.એમ.ના વિધાર્થીઓને અને વાઈસ પ્રિન્સીપાલ જિમ્મીજેમ્સ મોગરિયા એ પ્રથમ વર્ષ ના બી.એસસી.નર્સિંગના વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી હરેશભાઈ મહેતાએ પ્રાસંગિક પ્રવચનમાં નર્સિંગ વિદ્યાર્થીઓને મહેનત અને સારું શિક્ષણ મેળવી કારકિર્દીમાં ઉમેરો ઉત્તર પ્રગતિ કરવાના આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રીમતી નીના મર્ચન્ટ એ દરેક વિધાર્થીઓને શુભેચ્છા ઓ પાઠ્વી હતી. આ પ્રસંગે પ્રોફેસર , ફેકલ્ટીઝ,એડમીનસ્ટાફ, વિધાર્થીઓ હાજર રહ્યા હતા.



