સ્પોર્ટ્સ

સુરતના પવન કુમારે અંડર-17 અને અંડર-19 ક્વોલિફાઇંગ રાઉન્ડ જીત્યા

સુરત, તા. 20 જૂનઃ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ટેબલ ટેનિસ એસોસિયેશના ઓફ સુરતના ઉપક્રમે 20થી 23મી જૂન દરમિયાન આયોજિત તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024 માં સુરતના પવન કુમારે પ્રથમ દિવસે અંડર-17 અને અંડર-19 કેટેગરીમાં ક્વોલિફાઇંગ રાઉન્ડ જીતી લીધા હતા.
અંડર-17 કેટેગરીમાં સ્થાનિક ખેલાડી પવન કુમારે ભાવનગરના ચિરાગ ડાભીને 3-0થી હરાવ્યો હતો જ્યારે અંડર-19 ક્વોલિફાઇંગ રાઉન્ડમાં તેણે રાજકોટના પવન દેત્રોજાને પણ સીધી ગેમમાં હરાવ્યો હતો.
ત્રીજી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટના ઉદઘાટન સમારંભમાં સુરતના સાંસદ શ્રી મુકેશ દલાલે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને માનવંતા મહેમાન તરીકે ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ પૂર્વેશ જરીવાલા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જીએસટીટીએના પ્રમુખ અને ટીટીએફઆઈના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પ્રમોદ ચૌધરી પણ હાજર રહ્યા હતા.
આ સ્પર્ધાના કોમ્મેપિટિશન મેનેજર હરિ પિલ્લાઈ છે જયારે ચીફ રેફરી તરીકે બી એસ વાઘેલા સેવા આપી રહ્યા છે.
સમગ્ર ગુજરાતમાંથી આ ટુર્નામેન્ટમાં વિવિધ 12 કેટેગરીમાં 653 ખેલાડી ભાગ લઈ રહ્યા છે અને તેમાં કુલ 1,40,000 રૂપિયાની ઇનામી રકમ રાખવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button