સુરતની કરાટે ગર્લ શીતલ કુલકર્ણીએ ગોલ્ડ મેડલ જીત્યો
ગુજરાત સરકાર દ્વારા રમાડવામાં આવતા ખેલ મહાકુંભ ની કરાટે ની રાજયકક્ષા ની સ્પર્ધા માં સુરત ની કરાટે ગર્લ શીતલ કુલકર્ણી ને તેની કેટેગીરી 46 થી 50 kg ની સ્પર્ધા માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો તેમજ ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી હતી
ગુજરાત સરકાર દ્વારા રમાડવામાં આવતા ખેલ મહાકુંભ 2022 ની કરાટે ની રાજયકક્ષા ની સ્પર્ધા કડી મેહસાણા ખાતે ગત તા 19 મે ના રોજ યોજવામાં આવી હતી આ સ્પર્ધા માં ગુજરાત રાજ્ય ના તમામ શહેરી તેમજ ગ્રામીણ સ્કૂલો ના કરાટે ના સ્પર્ધકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં સુરત શહેર ની કરાટે ગર્લ શીતલ કુલકર્ણી એ પણ જિલ્લા કક્ષાએ વિજેતા બની રાજ્ય કક્ષા ની સ્પર્ધા માં ભાગ લીધો હતો અને તેની કેટેગિરી ની સ્પર્ધકો સાથે સ્પર્ધા કરી શહેર નું નામ ઉજવળ કર્યું હતું
શીતલ કુલકર્ણી ને તેના પ્રશિક્ષક કૃણાલ સુરતી દ્વારા તાલીમ આપવામાં આવે છે તેમજ શિહાન જીતેન્દ્ર સુરતી સર અને દેવેન્દ્ર સુરતી સર દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે ગુજરાત કરાટે દો ફેડરેશન ના પ્રમુખ કલ્પેશ મકવાણા શીતલ ને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યું હતું અને મકવાણા સર દ્વારા બિરદાવવામાં આવી હતી