સુરતઃ વોર્ડ નં. 4 ઝડફિયા સર્કલ નજીક માં ગેરકાયદે દબાણ નું સામ્રાજ્ય
'આપ' નાં કોર્પોરેટર સેજલબેન માલવિયા ની વારંવાર ની ફરિયાદ છતાં તંત્ર ઠેર નું ઠેર
સુરતઃ વોર્ડ નં. 4 હીરાબાગ કાપોદ્રા નાં આમ આદમી પાર્ટી નાં કોર્પોરેટર સેજલબેન માલવિયા એ આજે એક વિડીયો નાં માધ્યમ થી પોતાના વિસ્તાર માં થતાં ગેરકાયદેસર દબાણ ની ફરિયાદ રજુ કરતા જણાવ્યું હતું કે, ઝડફિયા સર્કલ થી સાંઈનાથ સોસાયટી વાળો જે આખો રોડ છે ત્યાં હાલ માં મેટ્રો નું કામ ચાલી રહ્યું છે. મેટ્રો ની બેરીકેટ ને અડીને જ લોકો ત્યાં વાહનો પાર્ક કરે છે. અમુક ધંધાર્થીઓ પોતાના વાહનો પણ ગમેતેમ પાર્ક કરે છે. લોકોને ખુબ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.
હદ તો ત્યાં થાઈ કે BRTS ની બસો પણ ત્યાં પાર્ક થાય છે અને ટ્રાફિક માં વધારો કરે છે. આ અંગે બસ નાં ડ્રાઇવરો પૂછતાં તેમણે જણાવ્યું કે, અધિકારીઓની સૂચના થી અહીંયા બસો પાર્ક થાય છે. હવે એ કયા અધિકારી એ અહીંયા ગેરકાયદેસર પાર્કિંગ ની સૂચના આપી એ તો કોને ખબર?
સેજલબેને વધુ માં જણાવ્યું હતું કે, વરાછા ઝોન માં પણ આ અંગે કેટલીય વાર ફરિયાદો કરવાં છતાં તંત્ર ઠેર નું ઠેર છે. કોઈને દબાણ ની ફરિયાદ સાંભળવામાં રસ નથી તેવું લાગી રહ્યું છે. લોકોને કેટલી હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.
સેજલબેન માલવિયા એ આ દબાણો તાત્કાલિક હટાવવા વરાછા ઝોન સ્ટાફ ને તાકીદ કરી હતી.